આ મુશ્કેલ સમયમાં આપણા દેશનું રક્ષણ કરવા બદલ આપણે આપણા સૈન્ય દળો સાથે એકજૂટ થઇને ઉભા છીએ અને તેમને સલામ કરીએ છીએ. આપણા નાયકોની અતુટ બહાદુરી અને આપણા મહાન રાષ્ટ્ર માટે તેમણે અને તેમના પરિવારોએ આપેલા બલિદાન માટે ખુબ આભારી છીએ.
– ભારતીય સ્ટાર બેટર વિરાટ કોહલી
દરેક પસાર થતી ક્ષણ સાથે દરેક નિર્ણય સાથે મને આપણી ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળ પર ખુબ ગર્વ થાય છે. આપણા યૌધ્ધાઓ આપણા દેશના ગૌરવ માટે ઉભા છે. દરેક ભારતીય માટે જવાબદાર રહેવું અને કોઇપણ ખોટા સમાચાર ફેલાવવાનું કે એના પર વિશ્ર્વાસ કરવાનું ટાળવું મહત્વપૂર્ણ છે. બધા સુરક્ષિત રહો, ઓપરેશન સિંદુર, જય હિન્દ
– ભારતીય વન-ડે કેપ્ટન રોહિત શર્મા
આતંકવાદ સામે આપણા દેશ માટે લડી રહેલા આપણા બહાદુર ભારતીય સૈન્ય દળો પર અમને ગર્વ છે. ચાલો આપણે આપણો ભાગ ભજવીએ અને આ સમય દરમ્યાન દરેકની સલામતી સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શિકાનું પાલન કરીએ.
– ઓલિમ્પિકસ મેડલિસ્ટ જેવલિન થ્રોઅર નીરજ ચોપડા
ભારતીય સૈન્ય દળોના બહાદુર પુરૂષો અને મહિલાઓ તમારી હિંમત શિસ્ત અને બલિદાન આપવા રાષ્ટ્રનો આત્મા છે. ભારત તમારી સાથે ઉભુ છે. જય હિન્દ.
– ઓલિમ્પિકસ મેડલ વિજેતા બેડમિન્ટન પ્લેયર પી.વી.સિંધુ
પાકિસ્તાન પાસે ચૂપ રહેવાનો વિકલ્પ હતો ત્યારે તેણે યુધ્ધનો વિકલ્પ પસંદ કર્યો છે. તેઓ તેમની આતંકવાદી સંપત્તિઓનું રક્ષણ કરવા માટે આગળ વધ્યા છે. આપણા દળો સૌથી યોગ્ય રીતે જવાબ આપણે, જેને પાકિસ્તાન કયારેય ભૂલી શકશે નહીં.
– ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દર સેહવાગ
આપણી સરહદોનું આટલી મજબુતાઇથી રક્ષણ કરવા અને જમ્મુ પર ડ્રોન- હુમલા અટકાવવા બદલ આપણા બહાદુર જવાનો પ્રત્યે માન થાય છે. ભારત મજબુત છે. જય હિન્દ.
– ભૂતપૂર્વ ભારતીય ઓપનર શિખર ધવન
આપણી પ્રાર્થનાઓ સરહદ પર ઉભેલા આપણા સૈનિકો સાથે છે. હવે સમય આવી ગયો છે કે આપણે એકતા અને દ્રઢ નિશ્ર્ચય સાથે તેમની પાછળ ઉભા રહીએ. આપણા બહાદુર સૈનિકોને આપણી ભૂમિનું રક્ષણ કરવા દો અને દુનિયાને બતાવવા દો કે ભારત ખરેખર શું ઇચ્છે છે એને અમારા માટે જીતો.
– વર્લ્ડ કપ વિજેતા ભૂતપૂર્વ ઓપનર ક્રિષ્નમાચારી શ્રીકાંત
એકતામાં નિર્ભય, શકિતમાં અનંત, ભારતની ઢાલ એના લોકો છે. આ દુનિયામાં આતંકવાદ માટે કોઇ સ્થાન નથી, આપણે એક ટીમ છીએ.
– ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકર
આપણા સશસ્ત્ર દળોની હિંમત અને બહાદુરી માટે આભારી છીએ. અમે તેમને સલામ કરીએ છીએ અને અમને સુરક્ષિત રાખવા માટે તેઓ જે કંઇ કરે છે એના માટે હંમેશા તેમના આભારી રહીશું.
– ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ
અમને અમારી આર્મી પર ખુબ ગર્વ છે, તમારા કારણે જ અમે અમારા ઘરમાં સુરક્ષિત છીએ, સરહદો પર અમારૂ રક્ષણ કરવામાં તમારી શકિત અને દ્રઢ નિશ્ચિયને સલામ, અમે તમારો આભાર વ્યકત કરીએ છીએ, જય હિન્દ.
– ભારતીય ટી-20 કેપ્ટન સુર્યકુમાર યાદવ