ભારત પાકિસ્તાન વચ્ચે છેલ્લા બે દિવસથી ચાલતા યુદ્ધ જેવા વાતાવરણ અને તણાવને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરતા જણાવ્યું છે કે, આગામી 15 મે સુધીમાં રાજ્યમાં કોઈ પણ પ્રસંગ કે સમારોહ માટે ડ્રોન ઉડાડવા કે ફટાકડા ફોડવાની મંજૂરી નહીં મળે, તેથી સૌને સહકાર આપશો અને માર્ગદશિકાનું પાલન કરશો.
તેથી આગામી 15 મે સુધી ફટાકડા ફોડવા પર અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે. ફટાકડા કોઈ પણ સમયે ફાયરિંગ હોય તેમ ગભરાટ ઊભી કરી શકે છે અને ડ્રોન પણ સુરક્ષા એજન્સીને એલર્ટ કરી દે છે તેથી બંને પર પ્રતિબંધ મુકાયો છે.