અમદાવાદ: અબજો વપરાશકર્તાઓ આવશ્યક સેવાઓ સાથે કેવી રીતે કામ પાર પાડે છે અને તેમાં કેવું પરિવર્તન જરુરી છે તેવી સેવાઓ માટે સમર્પિત અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.અને અદાણી એન્ટરપ્રાઇઝ લિ. હેઠળ કાર્યરત અદાણી સમૂહના નૂતન ડિજિટલ અંગ અદાણી ડિજિટલ લેબ્સ (એડીએલ)એ એરપોર્ટ્સના ડિજિટલ વિસ્તરણના રુપમાં વિમાની સફર અને એરપોર્ટના અનુભવોના ભાવિને આકાર આપવા માટે વ્યૂહાત્મક ભૂમિકા અદા કરવાના હેતુ સાથે ડ્રેગનપાસ સાથે સહયોગ કર્યો છે. કેશલેસ ઇકોસિસ્ટમ્સ અને ડિજિટલ-ફર્સ્ટ સુવિધાઓને સક્ષમ કરવા માટે મુસાફરોની મુસાફરીને સુવ્યવસ્થિત કરવાથી લઇ એડીએલ ભારતના અગ્રણી એરપોર્ટ્સની તલસ્પર્શી કામગીરીને સંકલિત કરી પ્રત્યેક ટચપોઇન્ટની કાર્યક્ષમતા,પર્સનાલાયઝેશન અને કનેક્ટિવિટીમાં વધારો કરે છે.
અદાણી ડિજિટલ લેબ્સ માનવ-કેન્દ્રિત ડિઝાઇન સાથે અદ્યતન તકનીકીઓને જોડીને અને શક્તિશાળી વ્યૂહાત્મક ભાગીદારી મારફત રાષ્ટ્ર-નિર્માણ અને ગ્રાહક-કેન્દ્રિત નવીનતા પરત્વેની અદાણી જૂથની પ્રતિબદ્ધતાનેે કેન્દમાં રાખીને મુસાફર જનતાને અવિરત લાભકારી અનુભવો પહોંચાડવાના હેતુની નવી વ્યાખ્યા કરી રહી છે
ડ્રેગનપાસ સાથેની આ ભાગીદારી અદાણી સંચાલિત એરપોર્ટ અને તેનાથી આગળ વધીને લાઉન્જનું વિશાળ નેટવર્ક મારફત મુસાફરોની સગવડતા અને સંકલિત આરામદાયક લાઉન્જની અનુભૂતિ કરાવે છે. મુસાફરો ભવિષ્યમાં વિવિધ પ્રવાસી ક્ષેત્રને અનુરૂપ વ્યક્તિગત સેવાઓની અપેક્ષા રાખી શકે છે.આ ભાગીદારી મારફત ડ્રેગનપાસ હવે અદાણી-સંચાલિત એરપોર્ટ લાઉન્જની સાથોસાથ વધારામાં ભારતભરમાં પથરાયેલી મુખ્ય લાઉન્જમાં પ્રવેશ ધરાવશે. આ ભાગીદારી ભારતના વિમાની મથકની આગતા સ્વાગતાની ક્ષિતિજમાં નોંધપાત્ર ૫રિવર્તન કરવા સાથે અભિન્ન ગ્રાહક મૂલ્ય ધારણાઓનો માર્ગ ઉઘાડે છે. અદાણી ડિજિટલ લેબ્સ અને ડ્રેગનપાસ વિવિધ મુસાફરોના ક્ષેત્રોના વ્યક્તિગત અનુભવોને સંગ્રહીને, પ્રીમિયમ એરપોર્ટ સેવાઓથી તેમની મુસાફરીને સમૃદ્ધ બનાવવા માટે સાથે મળીને કામ કરશે.
અદાણી ડિજિટલ લેબ્સ અને ડ્રેગનપાસનો આ સીધો સહયોગ લાઉન્જની સગવડોને વધારવા માટે ફક્ત સક્ષમ જ નહી કરે પરંતુ મુસાફરોને શ્રેષ્ઠ સવલતનો અનુભવ પણ કરાવશે. ડ્રેગનપાસ અને અદાણી ડિજિટલ લેબ્સની આ ભાગીદારી મુસાફરોના વ્યવસાય અને આરામદાયક એ બેવડી સુવિધા વધારવા માટેની પ્રતિબદ્ધતાને વેગ આપવા સજ્જ છે.
અદાણી ડિજિટલ લેબ્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ડિજિટલ ટ્રાવેલ સેવાઓના વૈશ્વિક હરોળના અગ્રણી ડ્રેગનપાસ સાથે સીધી ભાગીદારી અમને નવી તકો ખોલવા ઉપરાંત અદાણી સંચાલિત એરપોર્ટ ઉપર અમારી સેવાઓને શ્રેષ્ઠ બનાવવા અને ભારતભરની મુસાફર જનતાને સુખદ અનુભવ પહોંચાડવાની મોકળાશ આપે છે.
ડ્રેગનપાસના લાઉન્જ અને એરલાઇન પાર્ટનરશિપના વડા જ્યોર્જીઅસ સિકોવારીસે જણાવ્યું હતું કે અમે અગ્રણી લાઉન્જ ઓપરેટર અદાણી સાથેની અમારી ભાગીદારીની જાહેરાત કરતા રોમાંચિત છીએ. આ સહયોગ મુસાફરોને એરપોર્ટ લાઉન્જના અવિરત સુખદ અનુભવો પહોંચાડવાના અમારા મિશન સાથે અનુકૂલન સાધે છે. અદાણી સાથે મળીને કામ કરીને, અમારું લક્ષ્ય મુસાફરોને દરેક પગલે શ્રેષ્ઠ યાત્રાની ઓફર કરવાનું છે. અમારા ગ્રાહકો માટે બહુવિધ સ્થળોએ આરામ અને સુવિધા વધારવા સાથે અમને વિશ્વાસ છે કે આ ભાગીદારી મુસાફરીના અનુભવને આગળ વધારશે.
…………
માધ્યમોની વિશેષ જાણકારી માટે સંપર્ક:[email protected]