દેશભરમાં આવતીકાલે અલગ અલગ સમયે અને જે તે ક્ષેત્રની ખાસ આવશ્યકતા મુજબ મોકડ્રીલ થશે. ખાસ કરીને પાક સીમા સાથે જોડાયેલા રાજયો ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં રાત્રીના 9 વાગ્યે મોકડ્રીલ થશે અને બ્લેકઆઉટ કરાશે.
ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ સરહદી ક્ષેત્રના વિસ્તારમાં લોકોને તેમના બારી-દરવાજાના કાચ વિ.ને કાળી ફિલ્મની પટ્ટી લગાવી દેવા આદેશ આપ્યો છે. આ માટે વહીવટીતંત્ર બ્લેક ફિલ્મ પુરી પાડશે તેવા સરહદી ક્ષેત્રમાં જીલ્લા કલેકટર- પોલીસ વડા પણ હાજર રહેશે.
આ મોકડ્રીલમાં લોકોને સાયરનને પારખવા અને તે વાગે પછી શું શું પગલા લેવા તે પણ માહિતી અપાશે. દરિયાઈ ક્ષેત્રમાં પણ રાત્રીના આ પ્રકારની મોકડ્રીલ યોજાશે.
આ ઉપરાંત ઉતરપ્રદેશમાં પણ કાનપુર, લખનૌ, મથુરા, મહારાષ્ટ્રમાં મુંબઈ ઉપરાંત દિલ્હી તથા કોલકતામાં પણ મોકડ્રીલ યોજાશે. આ ઉપરાંત તંત્રને આવશ્યક તમામ પગલા લેવા જણાવાયુ છે.