ડીબીએ (ધારાવી બચાવો આંદોલન)એ 1 મેના રોજ ઘણા બધા ચાહકો સાથે રેલીનું આયોજન કર્યું હતું જોકે તે નિષ્ફળ ગયું છે. ધારાવી બચાવો આંદોલનના કન્વીનરોમાંના એક રાજુ કોરડે પોતે બેઠક માટે હાજર રહ્યા પણ સંબોધન કર્યું ન હતું. અગાઉ કોરડેએ જાહેરાત કરી કે 1 મેની બેઠક દરમિયાન માસ્ટર પ્લાન જાહેર કરવામાં આવશે, જોકે કોરડે દ્વારા કોઈ પણ માસ્ટર પ્લાન જાહેર કરવામાં આવ્યો ન હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજુ કોરડેએ બેઠકમાં સંબોધન ના કરતા પોતાની દિકરી સૌમ્યાને બીએમસી ચૂંટણીમા આગળ ધાપાવાવ આ તાયફો કર્યો છે. સાથે જ ગાયકવાડ બહેનો પણ આ બેઠકથી દૂર રહી હતી. બેઠકના અંતે જ્યોતિ ગાયકવાડ હાજર રહ્યા પણ ફક્ત ફોટો લેવા માટે DBA ના કહેવાતા નેતાઓ સાથે હાથ ઉંચા કર્યા અને કેટલાક સૂત્રોચ્ચાર કર્યા પછી ચાલ્યા ગયા હતા.
બેઠક માટે 400 થી વધુ લોકો હાજર રહ્યા ન હતા, જે દર્શાવે છે કે DBA ને સામાન્ય ધારાવીકરોમાં સમર્થન નથી જે તેમના નવા ઘરોમાં રહેવા માંગે છે. ત્યારે વાત કરવામાં આવે તો ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો સર્વે એક મોટી સફળતા છે જેમાં 80% થી વધુ સર્વે પૂર્ણ થઈ ગયો છે. એક લાખથી વધુ સ્ટ્રક્ચરર્સની સંખ્યા અને 75,000 સ્ટ્રક્ચરર્સનો ડોર ટુ ડોર સર્વે પૂર્ણ થઈ ગયો છે. સાથે જ આજના પ્રસંગ પરથી એવું લાગે છે કે ધારાવી રિડેવલપમેન્ટ વધુ ઝડપ પકડી લેશે.
પૂર્વ જાહેરાત છતાં, અનિલ દેસાઈ અને ધારાસભ્ય મહેશ સાવંત જેવા શિવસેના યુબીટીના કોઈ પણ વરિષ્ઠ નેતા હાજર રહ્યા ન હતા. હતાશ પૂર્વ ધારાસભ્ય અને શિવસેના યુબીટીના નેતા બાબુરાવ માનેએ કહેવું પડ્યું કે, લોકો સમસ્યાની ગંભીરતાને સમજી રહ્યા નથી અને જો તેઓ સમજી શકશે નહીં કે શું થઈ રહ્યું છે, તો બધાને ધારાવીમાંથી બહાર ફેંકી દેવામાં આવશે.
પોલ રાફેલે જ્ઞાતીવાદી વિચારધારા છતી કરી હતી અને કહ્યું હતું કે મુંબઈ અને ધારાવીમાં હવે મરાઠીની જગ્યાએ માત્ર ગુજરાતી અને મારવાડીનો જ વિકાસ થાય છે, જેથી આપના કાર્યકર્તાના બેનર ફાડી નાખ્વામા આવ્યા હતા. જેનાથી દુઃખી થઈને તેમણે પોતાની હૈયાવરાળ થાલવતી ઓડિયો ક્લિપ ધારાવીમા ફરતી કરી હતી.