આધાર, પાન, વોટર આઈડી, ડ્રાઈવીંગ લાયસન્સ વગેરેમાં નામ, સરનામું, મોબાઈ નંબર, બદલવા માટે લોકોએ હવે જુદી જુદી ઓફિસોમાં ચકકર નહિં કાપવા પડે. કેન્દ્ર સરકાર યુનિફ્રાઈડ ડિઝીટલ આઈડેન્ટીટી, સિસ્ટમ લાગુ કરવાની તૈયારીમાં છે.
તેના માટે બની રહેલા પોર્ટલ પર લોકો એક જ જગ્યાએથી સરનામું નંબર વગેરે અપડેટ કરી બધા જરૂરી ઓળખપત્રોમાં આ ફેરફાર ઓટોમેટીક અપડેટ થઈ જશે.
આ પોર્ટલ કેવી રીતે કામ કરશે
પોર્ટલને એવી રીતે ડિઝાઈન કરાયું છે જેથી બદા ડેટા સ્વીકૃત થાય. એટલે કે પાન, આધાર, ડ્રાઈવીંગ લાયસન્સ, પાસપોર્ટ, જેવા ઓળખપત્રો ઈન્ટીગ્રેટેડ થશે.જરૂરી ફેરફાર માટે પોર્ટલ પર જવાથી કયાં ફેરફાર કરવાના છે તેના વિકલ્પ આવશે.
જેમ કે જો મોબાઈલ નંબર બદલવાનો છે તો અલગ વિકલ્પ મળશે તેના માટે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે ત્યારબાદ સબમિટ બટન દબાવતા જ જરૂરી ફેરફાર પ્રોફાઈલ પર જોવા મળશે.
કામકાજનાં ત્રણ દિવસમાં આ અપડેટ બધા ઓળખપત્રોમાં જોવા મળશે.
નવુ ઓળખપત્ર કયારે મળશે:
ફેરફાર સાથેનું નવુ ઓળખપત્ર મેળવવા માટે આ પોર્ટલ પર એક વિકલ્પ હશે તેના માટે ચાર્જ આપી આવેદન કરવુ પડશે અને કામકાજનાં 7 દિવસમાં નવા અપડેટ સાથેનું ઓળખપત્ર ટપાલથી ઘેર પહોંચી જશે જો ઓફિસનો વિકલ્પ પસંદ કર્યો હશે તો ઓફિસેથી મળી જશે.