પહેલગામમાં થયેલા ત્રાસવાદી હુમલામાં ફકત પાકિસ્તાનમાં તાલીમ લીધેલા ત્રાસવાદીઓ જ નહી ખુદ પાકિસ્તાની સેનાના ખાસ કમાન્ડો પણ આ હુમલામાં સામેલ હોવાનો ઘટસ્ફોટ થયો છે અને આ સાથે હુમલામાં અમારો કોઈ હાથ નથી અને હુમલાખોરોને ‘સ્વતંત્રતા સેનાની’ ગણાવવાના પાકના દાવાનો પણ પર્દાફાશ થયો છે.
અગાઉ 1999ના કારગીલ હુમલા સમયે પણ પાક સેનાની ભૂમિકા નકારાઈ હતી બાદમાં એ જ હુમલાખોરોને સલામત પરત જવા દેવાની વિનંતી સાથે પાકે કબુલ કર્યુ હતું કે અમારી સેનાના જવાનોએ જ કારગીલમાં ઘુસણખોરી કરી હતી. આ પ્રકારની સ્થિતિ હવે પહેલગામમાં બની છે.
આ હત્યાકાંડમાં સામેલ એક પાકિસ્તાની આતંકીની ઓળખ હાશીમ મૂસા તરીકે થઈ છે અને તે લશ્કરે તોયબા સાથે સંકળાયેલો હોવાનો દાવો થાય છે પણ મુસાનું વધુ એક કનેકશન પણ નિશ્ચિત થયુ છે તે પાક સેનાના ખાસ સ્પેશ-સર્વિસ-ગ્રુપ (એસ.એસ.જી.)નો ખાસ તાલીમબદ્ધનો કમાન્ડો છે.
તે સ્પેશ્યલ ફોર્સમાં આ હુમલાનો માસ્ટરમાઈન્ડ કે લીડર હતો જેના નેતૃત્વમાં આ હુમલાના તમામ ત્રાસવાદી સામેલ હતા તથા હિન્દુઓનું નામ પુછીને હત્યા કરવા તેની ભૂમિકા હોઈ શકે છે. આમ આ હુમલામાં પાક સેનાની ભૂમિકા નિશ્ચિત થઈ છે.
તેથી પાક માટે પણ બચાવ કરવું મુશ્કેલ બની જશે. ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના રિપોર્ટ મુજબ મુસા જે સોશ્યલ ફોર્સના કમાન્ડો છે તેને લશ્કરે તોયબા સાથે જોડવામાં આવ્યા છે.
આ પ્રકારના હુમલા સામાન્ય તાલીમ સાથે ત્રાસવાદી કરી શકે નહી પણ ખૂબજ ટાઈમલાઈન સાથે અને નિશ્ચિત ટાર્ગેટ એ કમાન્ડો જ કરી શકે તથા સલામત રીતે પરત ચાલ્યા જવું. આ એક ખાસ ઓપરેશન હતું. ઘટયું હોત તો તેઓ વધુ હત્યા કરી શકયા હોત પણ તેમ કરાયુ નથી. આમ પપાક સેનાના પુર્વ કમાન્ડોને હવે ત્રાસવાદી સાથે જોડવામાં આવ્યા છે. ભારતીય સુરક્ષાદળો જે આ હુમલાખોર આતંકીઓની નજીક પહોંચી ગયા છે. તેઓ ગમે તે સમયે તેમને ઝડપી લેશે અથવા તેને ઠાર મારશે અને પાક સેનાની ચિંતા આ પર્દાફાસથી વધી ગઈ છે.