આ વખતે અક્ષય તૃતિયા પર ગજકેસરી રાજયોગનો અદભુત સંયોગ બની રહ્યો છે. તા. 30ના અક્ષય તૃતિયાના દિવસે વૃષભ રાશિમાં ગુરૂ અને ચંદ્રના સંયોગથી ગજકેસરી રાજયોગ રચાઇ રહ્યો છે આ તહેવાર ઉદ્યોગપતિઓ માટે વધુ અનુકુળ રહેશે.
ગજકેસરી રાજયોગને જયોતિષમાં ખુબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે સોના ચાંદીના વેપારીઓને અણધાર્યો નફો મળી શકે નહીં પાંચ રાશિના જાતકો માટે અક્ષય તૃતિયા લાભદાયી બને તેવી સંભાવના છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે અક્ષય નૃતિયાનો તહેવાર ખુબ જ શુભ રહેશે. દેવી લક્ષ્મી તથા કુબેરની કૃપા રહે અનેક ક્ષેત્રોમાં સફળતા મળે, અટકેલા કાર્યો પૂર્ણ થઇ શકે છે. નોકરીમાં તમારા કામની પ્રશંસા થાય, વાહન અથવા મિલ્કત ખરીદવાના યોગ છ.ે રોકાણ કરવા માટે ઉતમ સમય છે. નવો ધંધો કરવો ફાયદાકારક રહેશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે અક્ષય તૃતિયા લાભદાયક રહેશે. વેપારમાં ઘણો ફાયદો થઇ શકે છે. નોકરીયાતો માટે લાભદાયક બેરોજગારોને નવી નોકરીની ઓફર મળી શકે છે. સ્વાસ્થ્ય સારૂ રહે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે અક્ષય તૃતિયા શુભ રહે ઘણા ક્ષેત્રોમાં સફળતા મળે, અધુરા કામ પુરા થાય, માન-સન્માન મળે ઘર કે પ્લોટ ખરીદવાના યોગ પ્રબળ બને.
તુલા રાશિ
તુલા રાશિના જાતકોને વ્યવસાયમાં અનેકગણો ફાયદો થશે. નોકરીમાં લાભ થાય, નવું મકાન કે કાર ખરીદવાનું સપનુ પૂર્ણ થઇ શકે છે. અટવાયેલી રકમ પરત મળી શકે છે. કારકીર્દીમાં વધુ સારી તકો મળવાની સંભાવના છે. ધનના યોગ છે.
મીન રાશિ મીન રાશિના જાતકો માટે અક્ષય તૃતિયાના યોગો લાભદાયી નિવડે, નોકરીમાં ઘણો ફાયદો થાય, નવું ઘર તથા કાર રીદવાના યોગ સર્જાય, અટકેલા નાણા પરત મળે, નવી નોકરી મળી શકે છે. દેવી લક્ષ્મીની કૃપા વરસવાના યોગ છે.