ભારતમાં ડાયાબીટીસનું પાટનગર છે અને કરોડો લોકો આ એક સમયના રાજરોગથી પીડાય છે તેમાં હવે લોહી સંબંધી દર્દી પણ વધવા લાગ્યા છે અને કેન્દ્ર સરકારની જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે તેના અંતર્ગત ડાયાલીસીસ કરાવતા દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. જે આ પરીસ્થિતિની ગંભીરતા દર્શાવે છે.
વર્તમાન મોદી સરકારે આ યોજના અમલમાં મુકયા બાદ છ વર્ષમાં 64 લાખ લોકોએ આ યોજના હેઠળ ડાયાલીસીસ કરાવ્યા છે. કોઈ પણ વ્યકિતની કીડની તેનું લોહી શુદ્ધ કરવાનું મૂળભૂત કામ કરવામાં સક્ષમ રહે નહી તેથી તેના લોહીને શુદ્ધ રાખવા નિયમીત રીતે ડાયાલીસીસ કરાવવું પડે છે.
આ પ્રકારના ડાયાલીસીસમાં તામિલનાડુ એ સૌથી વધુ 7.23 લાખ દર્દીઓને સુવિધા મળી છે.
નેશનલ હેલ્થ ઓથોરિટી ઈન્ડીયાએ આપેલા આંકડા મુજબ મધ્યપ્રદેશ તેમાં બીજા ક્રમે 5.43 લાખ દર્દીઓ ઉતરપ્રદેશમાં 5.71 લાખ, ગુજરાતમાં 3.38 લાખ, મહારાષ્ટ્રમાં 2.1 લાખ અને આંધ્રપ્રદેશમાં 1.59 લાખ દર્દીઓએ તેનો લાભલીધો છે.
ડાયાલીસીસ જેઓને નિયમીત કરાવવું પડે છે તેમાં સપ્તાહમાં એક વખત કે તેથી વધુ આ પ્રક્રિયામાં જવું ફરજીયાત બને છે અને તેમાં પ્રતિ સેસન રૂા.5000 સુધીનો ખર્ચ થઈ શકે છે.
કિડનીની નિષ્ફળતાનો રોગ પણ વધતો જાય છે. ભારતમાં કીડની ટ્રાન્સપ્લાન્ટ પણ હજું મુશ્કેલ અને લાંબા સમય સુધી રાહ જોવી પડે તે પ્રક્રિયા છે. સરકારે પણ પ્રધાનમંત્રી નેશનલ ડાયાલીસીસ પ્રોગ્રામ શરૂ કર્યા છે જે આ સેવાને વધુને વધુ લોકો સુધી અને તે પણ નિશુલ્ક ઉપલબ્ધ બને તે જોવાય છે.