અદાણી ફાઉન્ડેશનના ઉડાન પ્રોજેક્ટના અંતર્ગત ભારતભરના પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓએ જ્ઞાન-વિજ્ઞાનની ક્ષિતીજો વિસ્તારી છે. વિગત વર્ષોમાં 7,900 થી વધુ શૈક્ષણિક સંસ્થાઓના 5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ અદાણી જૂથના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લઈ પ્રેરિત થયા છે. મુલાકાતી વિદ્યાર્થીઓ જીવનમાં કાંઈક નવું કરવાના ઈરાદાથી આગળ વધવાની પ્રેરણા લઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ ડિસેમ્બર 2010 માં યુવા મનને પ્રેરણા આપવાના હેતુસર શરૂ કરવામાં આવ્યો હતો.
ઉડાન એ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું જીવન બદલનારી સફળ વાર્તાથી પ્રેરિત અનોખો પ્રોજેક્ટ છે. બાળપણમાં તેમણે ગુજરાતના કંડલા બંદરની મુલાકાત લીધી હતી. બંદરની એ વિશાળતાથી પ્રેરિત થઈને તેમણે એક દિવસ પોતાનું જ બંદર બનાવવાનું સ્વપ્ન જોયું હતું. ત્યારબાદ જે થયુ એ તો ઐતિહાસીક છે.
ઉડાન પ્રોજેક્ટ દેશના યુવાધનને શૈક્ષણિક પ્રવાસ થકી પ્રેરિત કરવાનો પ્રયાસ છે. યુવામનમાં મહત્વાકાંક્ષાની જ્યોતને પ્રજ્વલિત કરવાનો તેનો ઉદ્દેશ્ય છે. આ કાર્યક્રમ હેઠળ બંદરો, પાવર પ્લાન્ટ્સ, ઓઇલ રિફાઇનરીઓ, સૌર અને પવન પ્લાન્ટ્સ અને એરપોર્ટ સહિત અદાણી ગ્રુપના પ્રકલ્પોની સુનિયોજીત ટૂરનું આયોજન કરવામાં આવે છે.
વૈવિધ્યસભર પ્રવાસ વિદ્યાર્થીઓને અમૂલ્ય શૈક્ષણિક અનુભવ પ્રદાન કરે છે, જે તેમને વ્યવસાયિક કામગીરીની જટિલતાઓની પ્રત્યક્ષ અને ઉંડી સમજ આપે છે. બંદરો પરની અત્યાધુનિક સુવિધાઓના કાર્યક્ષમ સંચાલનને જોઈને મુલાકાતીઓ અદાણી સમૂહના વૈશ્વિક અને વૈવિધ્યસભર વ્યવસાયોની ઊંડી સમજ પણ મેળવે છે.
ઉડાન હેઠળ દેશભરના અનેક અદાણી પ્રકલ્પોની મુલાકાતોનું આયોજન કરવામાં આવે છે, જેમાં મુન્દ્રા, હજીરા અને અમદાવાદ (ગુજરાત), દહાણુ અને તિરોડા (મહારાષ્ટ્ર), કવાઈ (રાજસ્થાન), ધામરા (ઓડિશા), કટ્ટુપલ્લી (તામિલનાડુ) અને કૃષ્ણપટ્ટનમ (આંધ્રપ્રદેશ) વગેરેનો સમાવેશ થાય છે.
શૈક્ષણિક પ્રવાસે જતા વિદ્યાર્થીઓ બિઝનેસ ઉપક્રમો ઉપરાંત ભારતના સૌથી મોટા સોલાર પ્લાન્ટ અને વિન્ડ ટર્બાઈન પણ નિહાળી શકે છે. નવયુવાઓમાં ગ્રીન એનર્જી પ્રત્યે જાગરૂખતા લાવવાનો આ પ્રયાસ જ્ઞાનવર્ધક અને ઉપયોગી નીવડી રહ્યા છે. દેશના સૌથી મોટા વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ સોલર પ્લાન્ટની મુલાકાત વિદ્યાર્થીઓ માટે અવિસ્મરણીય અનુભવ સમાન છે. અહીં પ્રવાસે આવતા વિદ્યાર્થીઓ ગ્રીન એનર્જીનું ઉત્પાદન અને તેના ફાયદાઓ વિશે જાણકારી મેળવી શકે છે. વિદ્યાર્થીઓ અત્યાધુનિક VR (વર્ચ્યુઅલ રિયાલિટી) લેબ દ્વારા બિઝનેસ મોડેલ્સનો બહેતર અનુભવ મેળવી શકે છે. આ કવાયત યુવાઓને ઉજ્વળ ભવિષ્યના સપના જોવા પ્રોત્સાહિત કરે છે. વિદ્યાર્થીઓ અદ્યતન ઔદ્યોગિક ટેકનોલોજીથી વાકેફ થાય અને ભાવિ કારકિર્દીમાં તેનો ઉપયોગ કરતા થાય તો દેશમાં અનેક નવા ઉદ્યમો અને ઉદ્યમીઓ બનશે.