ગુજરાતમાં મિલ્ક્ત જંત્રીદરમાં વધારો ગમે ત્યારે લાગુ થવાની અટકળો કેટલાંક સમયથી થઈ જ રહી છે ત્યારે એવા સંકેત છે કે આવતા સપ્તાહમાં અથવા સરકારે અગાઉ 1લી એપ્રિલથી નવા જંત્રીદર લાગુ કરવાની તૈયારી કરી હતી પરંતુ છેલ્લી ઘડીએ તે મુલત્વી રાખી હતી.
રાજયના મહેસુલ વિભાગનાં એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે સરકારી સિસ્ટમમાં નવા જંત્રી દર અપગ્રેડ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. વિવિધ વૈકલ્પિક ફોર્મ્યુલા રાખવામાં આવી છે.
સરકાર દ્વારા જંત્રીદરમાં કેટલો વધારો કરવામાં આવે છે તેની સુચના મળવાના આધારે તે મુજબ સીસ્ટમ કાર્યરત થઈ જશે. રાજય સરકાર દ્વારા સમગ્ર સીસ્ટમમાં ‘રેડીમેડ’ માં રાખવામાં આવી છે.
સુત્રોના કહેવા પ્રમાણે નવા જંત્રીદરનું નોટીફીકેશન એક સપ્તાહમાં અથવા 30 મી એપ્રિલ સુધીમાં જારી થઈ જવાનું માનવામાં આવી રહ્યું છે. નવા જંત્રીદરનાં મુસદામાં કેટલાક કિસ્સામાં તો જંત્રીદરમાં 2000 ગણો વધારો સુચવાયો હતો જોકે સરકારે વાંધા સુચનોના આધારે મહત્વના ફેરફારો કર્યા જ છે.
ઉપરાંત મુસદામાં સુચવાયેલા પ્રમાણે જ જંત્રીદરમાં વધારો થાય છે કે દર વર્ષે તબકકાવાર વધારો કરવાનો નિર્ણય લેવાય છે. તેના પર મીટ માંડવામાં આવી રહી છે.
રાજય સરકારે 2011 પછી જંત્રીદર વધાર્યા ન હતા 12 વર્ષ બાદ 2013 માં તે એક માસે ડબલ કરી દેવાયા હતા તે પછી રાજયભરમાં વૈજ્ઞાનિક ઢબે જમીન-મકાનનાં વાસ્તવિક દરનો સર્વે કરાવીને નવો મુસદો તૈયાર કર્યો હતો. મુસદામાં સુચવાયેલા દરો સામે ભારે ઉહાપોહ થતાં વાંધા-સુચનો રજુ કરવા બે મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તેની સુનાવણી કરવામાં આવી હતી.
દરમ્યાન રાજય સરકારે સ્ટેમ્પ ડયુટી-રજીસ્ટ્રેશન ફીની આવકમાં મોટો વધારો થવાનો અંદાજ રાખ્યો છે. બજેટમાં ચાલુ નાણાંકીય વર્ષની આ આવક 5094 કરોડ વધવાનું અનુમાન દર્શાવ્યુ હતું. આ વધારાનો અંદાજ જુના જંત્રીદર મુજબ હતું નવા દર લાગુ થવાના સંજોગોમાં સરકારની આવકમાં મોટો વધારો થવાનું અનુમાન છે.