સ્કૂલનાં બાળકોની બેગમાં શું હોય શકે ? તમે કહેશો કે કોપી-બુક અને પેન-પેન્સિલ. પરંતુ અહીં કંઈક એવું મળ્યું છે, જેણે આખી શાળામાં ખળભળાટ મચાવી દીધો છે. શાળાનાં શિક્ષકો પણ સ્તબ્ધ થઈ ગયાં છે.
વાસ્તવમાં નાસિકના ઘોટીની એક સ્કૂલમાં અચાનક બેગની તપાસને કારણે હોબાળો થઈ ગયો હતો. બાળકોની બેગમાંથી તમને જે મળ્યું તેનાં પર તમને વિશ્વાસ નહીં થાય. જી હા, સાતમાં અને દસમા ધોરણના બાળકોની બેગમાંથી કોન્ડોમ, છરી અને પત્તા જેવી વસ્તુઓ મળી આવી છે. બાળકોની બેગ ચેક કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ખરેખર, ઘોટીની એક સ્કૂલની આ ઘટના છે. શાળાનાં વાઈસ પ્રિન્સિપાલે અચાનક બાળકોની બેગની તપાસ કરી હતી. તેણે તેનો વીડિયો પણ બનાવ્યો હતો. બાળકોની બેગમાંથી, તીક્ષ્ણ છરીઓ, સાયકલની સાંકળો, કોન્ડોમના પેકેટ, લેટર બોક્સ અને નશીલા દ્રવ્યો પણ મળી આવ્યાં હતાં. આ ઘટના બાદ સ્કૂલમાં હોબાળો થઈ ગયો હતો. શિક્ષકો માની જ ન શક્યાં કે બાળકોની બેગમાંથી આ બધી વસ્તુઓ પણ મળી શકે છે.
મીડિયા સાથે વાત કરતાં સ્કૂલનાં વાઈસ પ્રિન્સિપાલે કહ્યું કે, “બાળકોની બેગમાંથી વાંધાજનક વસ્તુઓ એક સાથે મળી નથી. જુદાં જુદાં દિવસે અલગ અલગ બાળકોની બેગમાંથી આ બધી વસ્તુઓ મળી આવી છે. બાળકોમાં અપરાધ ન વધે તેની ખાતરી કરવા માટે અમે દરરોજ તેમની બેગ તપાસીએ છીએ.”
શાળાનાં શિક્ષકોને શંકા છે કે, કેટલાક વિદ્યાર્થીઓ ડ્રગ્સનું સેવન કરે છે. તેઓ તેનો વપરાશ શાળાનાં પરિસરમાં કરી શકે છે. આ ઘટનાની જાણ સ્થાનિક અધિકારીઓને કરવામાં આવી છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
આ દરમિયાન શિક્ષકો અને વાલીઓ વિદ્યાર્થીઓની શિસ્તને મજબૂત કરવા અને શાળા પરિસરમાં સુરક્ષા વધારવા કડક કાર્યવાહી અને કડક પગલાં લેવાની માંગ કરી રહ્યાં છે.
વાલીઓએ પણ વિદ્યાર્થીઓની બેગ તપાસવાની પહેલને આવકારી છે. વાલીઓએ કહ્યું કે, “શિક્ષકો અને શાળાનાં આચાર્ય દ્વારા કરવામાં આવેલી પહેલ યોગ્ય છે. માતાપિતા પછી, શિક્ષકો દ્વારા બાળકોમાં સારા મૂલ્યોનું સિંચન કરી શકાય છે, તેથી અમે આ પહેલને ટેકો આપીએ છીએ.