સુરત સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકોની તસ્કરી થતાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ પોલીસે સંયુક્ત કામગીરી કરી ગણતરીની કલાકોમાં ડીંડોલીથી બાળકોની તસ્કરી કરનાર મહિલાને ઝડપી લીધી હતી. નવજાત બાળક પરીવારને સોંપતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં.
ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના ફરીયાદીના પાંચ કલાકના નવજાત બાળક ગઇ તા.21 ના ખટોદરામાં આવેલ સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુ વોર્ડ પેહલો માળે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી નાશી ગયેલ હોય જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, જોઈન્ટ સીપી કે.એન.ડામોર, ડીસીપી ઝોન-4 વિજયસિંહ ગુર્જર, એસીપી ઝેડ.આર. દેસાઇ સાહેબની સુચનાથી પીઆઈ બી.આર.રબારી, સી.કે.નિનામા અને ટીમે ગુનામાં સંડોવાયેલ આરોપી તથા બાળકને સહી સલામત શોધી કાઢવા તપાસ આદરી હતી.
જે બાદ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ જે દરમિયાન આજે પીઆઈ બી.આર.રબારીને ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સીસના આધારે હકિકત મળેલ કે, ગુનામાં નવજાત બાળકને લઇને નાશી જનાર અજાણી મહિલા અગાઉ નવી સિવીલ હોસ્પિટલમાં સિક્યુરીટીની નોકરી કરતી હોય.
હાલ જે ડીંડોલી સુરત શહેર ખાતે રહેતી હોય જેની ઓળખ મેળવી અજાણી મહિલાના ઘરે જઈ નવજાત બાળકને મેળવી લઈ સહી સલામત તેના પરીવાર સાથે સુખદ મીલન કરાવી સારી કામગીરી કરેલ છે.
પકડાયેલ આરોપીનું નામ રાધા રાજુ રૂપકાંત ઝા (ઉ.વ.32, રહે. 564, લક્ષ્મીનારાયણ સોસાયટી, નવાગામ, ડીંડોલી, સુરત) હોવાનું જણવા મળ્યું હતું. પોલીસે મહિલાની સઘન પૂછતાછ આદરી હતી.