ભારતમાં હાલના વર્ષોમાં ગેરકાયદે સટ્ટાખોરી અને જુગારની ગતિવિધીઓમાં મોટો વધારો થયો છે.વેબસાઈટોને બ્લોક કરવા એડવાઈઝરી જાહેર કરવા તથા સરકારના વારંવાર હસ્તક્ષેપ છતાં ગેરકાયદે ઓપરેટર સતત ફુલીફાલી રહ્યા છે. ડિઝીટલ ફાઉન્ડેશન રિપોર્ટમાં દાવો કર્યો છે કે માત્ર ત્રણ મહિના (ઓકટોબરથી ડિસેમ્બર)માં જ ચાર મુખ્ય સાઈટ પર 1.6 અબજ વિઝીટ કરાઈ છે.
ચાર પ્લેટફોર્મ પર વિશ્લેષણ
રિપોર્ટમાં ચાર પ્લેટફોર્મ પર વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં પરીમેચ, સ્ટેક, વન એકસ બેટ અને બેટ્રી બેટ સામેલ છે. ગેરકાયદે સટ્ટાબાજી સાઈટો પર ઓર્ગેનીક સર્ચ ટ્રાફિક 18.4 કરોડ લિમિટ છે.
ઓર્ગેનીક સર્ચનો આંકડો સોશ્યલ મિડિયા દ્વારા સંચાલિત ટ્રાફીકથી વધુ છે.પ્રત્યેક ઓપરેટર વિનિયામક પ્રતિબંધોથી બચવા અનેક મિરર વેબસાઈટ બનાવી રાખે છે.
સરકારી હસ્તક્ષેપથી બચવા માટે અપનાવે છે આ રણનીતિ:
એડવાન્સ ડિઝીટલ માર્કેટીંગ રણનીતિ સરળ પેમેન્ટની વ્યવસ્થા અને મિરર વેબસાઈટનો ઉપયોગ કરવામાં આવે છે.
સંસદીય સમિતિએ દર્શાવી હતી ચિંતા:
રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે નાણાં પર સંસદીય સમિતિ દ્વારા 2026 માં ગેરકાયદે સટ્ટાબાજીથી લઈને ચિંતા દર્શાવવામાં આવી હતી.કહેવામાં આવ્યુ હતું કે મની લોન્ડ્રીંગ અને આતંકવાદને ફંડીંગમાં ઓનલાઈન સટ્ટાબાજીની ભૂમિકા હતી. અમાન્ય પ્લેટફોર્મ પર 1.09 અબજ વિઝીટ સીધા યુઆરએલ નોંધ કરાવનારા યુઝર્સથી ઉત્પન્ન થઈ છે.
બ્લોક કરવું જ પુરતું નથી:
નોર્વે, ડેન્માર્ક, બેલ્જીયમ અને અમેરિકાનું ઉદાહરણ આપતા કહેવામાં આવ્યું છે કે મા વેબસાઈટોને બ્લોક કરવુ પુરતું નથી. જે દેશોએ ગેરકાયદે સટ્ટાબાજી અને જુગારના પેમેન્ટ રોકવા અને માર્કેટીંગ પર પ્રતિબંધ લગાવ્યા છે ત્યાં સફળતા મળી છે.
આ સૂચનો અપાયા:
ડિઝીટલ મિડિયા ચેનલો પર અંકુશ ગેરકાયદે લેવડ-દેવડ રોકવા માટે લેવડ-દેવડ રોકવા માટે નાણાંકીય નિયમોને કઠોર કરવા, ગેરકાયદે ઓપરેટીંગને લાંબા સમય સુધી રોકી રાખવા માટે વોચને કુડક બનાવવાના સુચનો થયા છે.
સોશ્યલ મિડિયા પર વિજ્ઞાપનના નિયમો મોજુદ પણ લાગુ નહિં:
વિશ્લેષણ અનુસાર સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ પર પેમેન્ટ કરવા વિજ્ઞાપનો માટે સખ્ત નિયમો મોજુદ છે પણ તેને લાગુ કરવાની પ્રકિયા સરળ નથી. રિપોર્ટ લખવા સમયે પોતાના બધા પ્લેટફોર્મ-ફેસબુક, ઈન્સ્ટ્રાગ્રામ મેસેન્જર અને થ્રેડસ પર વિભિન્ન ફોર્મેટમાં જુગાર, કીવર્ડ અંતર્ગત 1040 વિજ્ઞાપન હોસ્ટ કરી રહ્યું હતું. 2022 અને 2023 દરમ્યાન આવા વિજ્ઞાપનોની સંખ્યામાં વધારો થયો છે. 2024 માં સૌથી વધુ વૃધ્ધિ થઈ છે.