હાલ ચાલી રહેલા રમઝાનના તહેવાર દરમ્યાન દિલ્હીમાં ભાજપ નેતાઓએ ઈફતાર પાર્ટીનું આયોજન કર્યા બાદ હવે ઈદના દિવસે ઉતરપ્રદેશ, બિહાર સહિતના 32 લાખ ગરીબ મુસ્લીમ પરિવારોને મોદી કીટ આપવામાં આવશે. જેનો ઉપયોગ કરીને આ પરિવારો ઈદની ઉજવણી કરી શકશે.
ભાજપ લઘુમતી મોરચા દ્વારા પ્રથમ વખત સૌગાત-એ-મોદીનું આયોજન કરાયુ છે. ભાજપ સાથે મુસ્લીમોને જોડવા માટે ગઈકાલથી જ આ અભિયાન શરુ કરાયુ છે જેમાં ખાસ કરીને દિલ્હી, ઉતરપ્રદેશ ઉપરાંત દેશના 32 લાખ મુસ્લીમ પરિવારોનો લઘુમતી મોરચો સંપર્ક કરશે અને તેમને જરૂરી કીરાણા અને અન્ય સામગ્રીની કીટ સૌગાદ-એ-મોદી તરીકે પહોંચાડશે.
આ અંગે માહિતી આપતા ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સીદીકી એ કહ્યું હતું કે, આ અંગે તમામ રાજયોમાં લઘુમતી મોરચાના અગ્રણીઓને સામેલ કરવામાં આવ્યા છે. દેશભરમાં 32 હજાર જેટલા પદાધિકારીઓ મસ્જીદો મારફત ગરીબ-મુસ્લીમ પરિવારોનો સંપર્ક કરશે.
32 લાખ પરિવારોને મોદી-કીટ આપવામાં આવશે. જેમાં મુખ્યત્વે રાશન, મીઠાઈ, બાળકો માટે કપડા વિગેરે પણ હશે. શ્રી સીદીકીએ કહ્યું કે અન્ય લઘુમતીઓના તહેવારો સમયે પણ આ પ્રકારે કીટ આપવામાં આવશે.