વંચિત સમુદાયો સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચ્યું!
અદાણી ઈલેક્ટ્રિસિટી અને અદાણી ફાઉન્ડેશનનો પ્રોજેક્ટ ‘ઉત્થાન’ દેશભરના હજારો વિદ્યાર્થીઓના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી રહ્યો છે. આ પહેલ થકી વંચિત સમુદાયોના વિદ્યાર્થીઓ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચ્યુ છે. તાજેતરમાં મુંબઈ ખાતે આ પ્રોજેક્ટની સફળ ગાથા દર્શાવતી કોફી ટેબલ બુક લોન્ચ કરવામાં આવી હતી. ઉત્થાન ઉત્સવમાં મહાપાલિકાના કમિશ્નર સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઉત્થાનનું લક્ષ્ય વિદ્યાર્થીઓની ક્ષમતાઓ વધારી શિક્ષણનાં પરિણામો બહેતર બનાવવાનું છે. તાજેતરમાં આ પ્રોજેક્ટ અંતર્ગત 20,000થી વધુ સ્કોલરશિપની તૈયારીનાં પુસ્તકો 5541 વિદ્યાર્થીઓને પૂરાં પાડ્યાં હતા તેમજ 12,000 લાઈબ્રેરી પુસ્તકો 82 શાળાઓને પૂરાં પાડ્યાં હતાં, જે 25,000થી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યાં છે. પ્રોજેક્ટ ઉત્થાનથી વિદ્યાર્થીઓની મૂળભૂત સાક્ષરતામાં સુધારો, કૌશલ્ય નિર્માણ તેમજ ભણતર વધુ રૂચિકર અને સરળ બન્યુ છે.
વિદ્યાર્થીઓમાં આવેલા ‘ઉત્થાન’ને કંડારતી પુસ્તિકાના વિમોચન પ્રસંગે મુંબઈ મહાપાલિકાના કિમિશ્નર ભૂષણ ગગરાણી, એડિશનલ કમિશનર અમિત સૈની, ડેપ્યુટી કમિશનર (શિક્ષણ) ડૉ. પ્રાચી જાંભેકર, અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વસંત ગઢવી, અદાણી ઈલેક્ટ્રિસિટીના સિનિયર મેનેજમેન્ટે હાજરી આપી હતી. સમર્પિત ઉત્થાન સહાયકોના સાથે આ પ્રોજેક્ટ પરિવર્તન માટે સૂત્રધાર બની ગયો છે.
ઉત્થાન પ્રેરિત ઈન્ટરએક્ટિવ શિક્ષણ પદ્ધતિ, પ્રવૃત્તિ આધારિત ભણતર અને ડિજિટલ સંસાધનો થકી વિદ્યાર્થીઓનો ભાષા અને ગણિત જેવા વિષયોમાં પણ આત્મવિશ્વાસ વધ્યો છે. તેની મુખ્ય સિદ્ધિઓમાં સાક્ષરતા અને આંકડાકીય કુશળતામાં સુધારો, ઉચ્ચ સંતોષ, વાંચન સંસ્કૃતિનો વિકાસ, વિઝન સ્પ્રિંગ પ્રોગ્રામ થકી નિઃશુલ્ક નેત્ર તપાસ, માસિક માતા સંમેલન અને ગૃહ મુલાકાત થકી 500થી વધુ માતાઓની ભાગીદારી વગેરેનો સમાવેશ થાય છે. તેમાં રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ-2020 સુસંગત તાલીમ સત્રોનું આયોજન પણ કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં શિક્ષણાધિકારીઓ, અદાણી ફાઉન્ડેશનના વરિષ્ઠ વ્યવસ્થાપકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સહાયકોએ પ્રાસંગિક પેનલ ચર્ચા પણ કરી હતી. કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક અને આંતરશાળા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, ચિત્રકળા અને વેસ્ટમાંથી બેસ્ટ વગેરે ઉપક્રમોનો સમાવેશ થાય છે. ——-