41 વર્ષ પહેલા કોંગ્રેસના નેતાને માર મારવાના કેસમાં આજે કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. 1984માં કોંગ્રેસના રાજકીય નેતા અબ્દુલ્લા હાજી ઇબ્રાહિમને માર મારવાના કેસમાં કોર્ટે પૂર્વ ડીજીપી કુલદીપ શર્માને દોષિત ઠેરવ્યા છે અને ૩ મહિનાની જેલની સજા ફટકારી છે.
6 મે, 1984 ના રોજ, કોંગ્રેસ નેતા અબ્દુલ્લા હાજી ઇબ્રાહિમ તત્કાલીન અધિકારી કુલદીપ શર્માને મળવા ગયા હતા, જ્યાં તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ અને મામલો ગરમાયો.
કુલદીપ શર્માએ તેમના સાથી અધિકારીઓને બોલાવીને માર માર્યો. આ ઘટના કોર્ટમાં નોંધાયાના 41 વર્ષ પછી આ ચુકાદો આપવામાં આવ્યો છે. આ કેસમાં કોર્ટે પૂર્વ ડીજીપી કુલદીપ શર્માને દોષિત ઠેરવ્યા છે અને તેમને 3 મહિનાની જેલની સજા ફટકારી છે.