મહારાષ્ટ્રમાં પૂણેમાં ઝુલીયન બેરે સિન્ડ્રોમ (જીબીએસ) બિમારીથી હાહાકાર મચી ગયો છે. આ બિમારીએ બે દર્દીના જીવ લીધા છે. જયારે દર્દીઓની સંખ્યા વધીને 101 થઈ ગઈ છે. આ બિમારીની સારવાર એટલી મોંઘી છે કે તેના એક ઈન્જેકશનની કિંમત 20 હજાર રૂપિયા છે.
હવે આ દુર્લભ બિમારીથી એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું મોત થયુ છે. તે કેટલાંક દિવસ પહેલા સોલાપુર જિલ્લાનાં પોતાના ગામમાં હતા ત્યારથી તેને ઝાડા થઈ ગયા હતા. નબળાઈ વધવાથી તેને સોલાપુરની એક પ્રાઈવેટ હોસ્પીટલમાં દાખલ થયા તો તપાસમાં તેમને ખતરનાક દુર્લભ બિમારી જીબીએસ લાગુ પડી હતી.
શનિવારે તબિયત સ્થિર થયા બાદ સીએને આઈસીયુમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. થોડીવાર બાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને તેમનું મૃત્યુ થયુ હતું. આ પહેલા આ રોગથી પીડીત એક 64 વર્ષિય મહિલાનું હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત થયુ હતું.
પૂણેમાં અત્યાર સુધીમાં 101 કેસ બહાર આવ્યા છે. જેમાં 16 વેન્ટીલેટર પર છે. કેન્દ્રે તપાસ માટે એક ટીમને પૂણે મોકલી છે. જીબીએસ જેવી દુર્લભ પરંતુ ઉપચાર થઈ શકે તેવી સ્થિતિથી પીડીત 16 દર્દી હાલ વેન્ટીલેટર પર સપોર્ટ પર છે. લક્ષણો પરના 19 માંથી 9 ઓછી વયના છે. જયારે 50-80 વર્ષની વયના 23 કેસ છે.
હોસ્પીટલમાં દાખલ દર્દીઓનાં પરીક્ષણથી જૈવિક નમ્રતામાં કેમ્પીલોબેકટર જેજુની બેકિટેરીયાનો પતો લાગ્યો છે સી જેનુની દુનિયાભરમાં જીબીએસનાં લગભગ એક તૃતિયાંશ મામલાનું કારણ બને છે અને સૌથી ગંભીર સંક્રમણો માટે પણ જવાબદાર છે.