આવતીકાલે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં મકરસંક્રાતિ પર્વની ઉજવણી અનેરા ઉમંગ અને ઉલ્લાસ સાથે થશે કાલે નાના મોટા સૌકોઈ ધાબા પર ચડીને પતંગો ચગાવશે એ કાપ્યો છે ની ચિચિયાતું ગુંજી ઉઠશે.પતંગ બજારમાં આજે રાત્રે લોકોની ભારે ભીડ જોવા મળશે.
આવતીકાલ મકરસક્રાંતિ હોવાથી લોકો શેરડી, જીંજરા, બોર, ચીકી પાકનો સ્વાદ માણશે, આકાશમાં રંગબેરંગી પતંગોની રંગોળી જોવા મળશે. આવતીકાલે ઉત્તરાયણ પર્વનું ધાર્મિક મહત્વ પણ છે. ઠેર-ઠેર પાંજરાપોળ, ગૌશાળાની રાવટીઓમાં જીવદયાનો ફાળો લોકો નોંધાવશે.આવતીકાલે ગૌપૂજનનું અનન્ય મહત્વ છે. આવતીકાલે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરશે તેથી સંક્રાંતિ કહેવામાં આવતીકાલથી કમુહૂતા પુરાં થશે અને લગ્નની શરણાઈયો ગુજયા લાગશે.
રાજકોટ:-
રાજકોટમાં મકરસંક્રાંતિ પર્વ અનેરા ઉમંગ અને ઉત્સાહથી ઉજવાશે.આવતીકાલે ગૌશાળામાં જઈને લોકો ગાયની પુજા કરશે તથા ઘાસ અર્પણ કરશે. શહેરના વિવિધ વિસ્તારોમાં જીવદયાનો ફાળો ઉઘરાવવા વિવિધ સંસ્થાઓ પાંજરાપોળ, ગૌશાળાની રાવટીઓ નાંખી દેવામાં આવી છે.
કાર્ય રંગીલા રાજકોટના નાના મોટા સૌ કોઈ અગાશીએ ચડીને પતંગો આકાશમાં લહેરાવશે વિવિધ રંગોની પતંગોથી આકાશ છવાઈ જશે. આગાશીમાં ડીજે-રેડિયો વગેરે સાંભળવા મળશે કાલે લોકો શેરડી, જીંજરા, ચીકીપાક, બોર વગેરે અગાશીમાં પતંગ ઉડાડતા આરોગશે.આવતીકાલે કમુહુતા પુરા થતા શુભકાર્યોનો આરંભ થશે. લોકો મંદિરોમાં જઈને દર્શન વંદન કરશે મકરસંક્રાંતિમાં લોકો વિવિધ ચીજ વસ્ત્રોઓનું દાન કરીને પુણ્યનું ભાંથુ બાંધશે.
જામખંભાળિયા:-
ઉમંગ ઉત્સાહના પર્વ મકરસંક્રાંતિની ઉજવણી કરવા ખંભાળિયાવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આવતીકાલે મંગળવારના રોજ મકરસંક્રાંતિના આ પર્વને ખાસ કરીને યુવા હૈયાઓ માણવા માટે ઉત્સાહી જોવા મળી રહ્યા છે.
ઉતરાયણ પર્વ નિમિત્તે શહેરના મોટાભાગના ધાબાઓ પતંગરસીયાઓથી ઉભરાઈ રહેશે. તે પૂર્વે છેલ્લા બે દિવસથી હાલ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પતંગ, ફીરકી, દોરાની અનેક દુકાનો ખુલી ગઈ છે. વિવિધ આકાર અને પ્રકારના રંગબેરંગી પતંગોથી પતંગ પ્રેમીઓમાં હાલ આતુરતા સાથે ઉમંગ જોવા મળી રહ્યો છે.
શહેરીજનો અગાસી, ધાબા પર વહેલી સવારથી જ ચડીને પતંગ ઉડાડવાની મોજ માણશે. સાથે શ્રદ્ધાળુઓ, ધર્મપ્રેમી લોકો વિવિધ ચીજ વસ્તુઓનું દાન કરી, અને પુણ્યનું ભાથું બાંધશે.
વેરાવળ:-
વેરાવળ શહેરમાં આગામી મકરસંક્રાંતિના પર્વે જીવદયા પ્રેમીઓઓ દ્વારા મુંગા પશુઓને ઘાસચારો ખીચડો ઘૂઘરી વગેરે ખવડાવતા હોય ત્યારે તેનો બગાડ ન થાય તે માટે સ્વસ્તિક સેવા મંડળ દ્વારા ડેપો શરૂ કરવામાં આવનાર છે જેમાં સહયોગ (દાન) આપવા અપીલ કરેલ છે.
વેરાવળમાં ધર્મપ્રેમી જનતા આગામી મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે શેરી સોસાયટી તેમજ રસ્તા ઉપર ગાય તથા અન્ય પ્રાણીઓને ઘાસચારો ખીચડો ઘૂઘરી વગેરે ખવડાવતા હોય ત્યારે તેમાં ઘણો બગાડ થાય છે અને બગડેલો ખોરાક ખાવાથી અબોલ પશુઓ બીમાર થાય છે. માટે આ બગાડ અટકાવવા તથા ઘાસનો સદુપયોગ થાય તે હેતુથી સ્વસ્તિક સેવા મંડળ શ્રી રામ ગૌ સેવા મંડળ, જય સોમનાથ ગૌ સેવા હોસ્પિટલ તથા બાળ ગોપાલ ગૌસેવા મંડળ તેમજ જીવદયા પ્રેમીઓ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે ઘાસ ડેપો શરૂ કરવામાં આવનાર હોય તેથી દાનની રકમ તેમજ ઘાસ કપાસીયા ભુશો આ ડેપો ઉપર જમા કરવા અનુરોધ કરેલ છે.
આ ડેપો ઉપર જમા થયેલ ઘાસ વેરાવળ મહાજન પાંજરાપોળમાં ગોપાલ વાડી, ઉંબાવાડી, બાપા સીતારામ ગૌશાળા, ભવાની ગૌશાળા કદવાર, ગાયત્રી મંદિર ગૌશાળા, મોટી હવેલી ગૌશાળા, તેમજ જરૂરિયાત વાળી ગૌશાળાએ પહોંચાડી દાનનો સદુપયોગ થઈ શકે તેમજ માનવસેવા રોકડ અથવા વિવિધ વસ્તુઓ સ્વરૂપે જેવા કે બિસ્કીટ તલસાકરી, મમરાના લાડુ, ફ્રુટ, ઘઉં, ચોખા વગેરે સ્વીકારી વેરાવળની જરૂરિયાતવાળી વ્યક્તિને પહોંચાડતી કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જીવ દયા પ્રેમીઓને તથા ભગીરથ કાર્યમાં સહયોગ (દાન) આપવા માટે સ્વસ્તિક સેવા મંડળ દ્વારા એક યાદીમાં જણાવેલ છે.
આ ઉપરાંત વેરાવળમાં કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલ શ્રી બાલ ગોપાલ ગૌશાળા હોસ્પિટલ માં અંધ-અપંગ, અશકત, દાઝેલી તથા અકસ્માત થયેલી ગાયોને વિના મુલ્યે રાખવામાં આવે છે અને તેની સાર-સંભાળ રાખવામાં આવે છે. આ સેવા કાર્ય માટે યોગ્ય દાન, રોકડ, ચેક અથવા ઓનલાઇન પણ મોકલી શકાય તેવી વ્યવસ્થા હોવાનું ગૌતમભાઇ, તુષારભાઇ તથા અરૂણભાઇ સોની એ જણાવેલ છે.
વાંકાનેર:-
વાંકાનેર તા. સમગ્ર ગુજરાતમાં એક માત્ર આદર્શરૂપ અને રાજયના ત્રણ-ત્રણ મુખ્યમંત્રીશ્રી ધ્વારા સન્માનીત થયેલ અંધ-અપંગ અશકત ગૌમાતાની સેવાની જયોત પ્રસરાવતી સંસ્થા વાંકાનેરના જીનપરા વિસ્તારમાં અંધ-અપંગ ગૌ-આશ્રમ ટ્રસ્ટના નામે આવેલી છે.
માતા-પિતા જે કાળજીથી તેમના સંતાનોની સંભાળ રાખે તેથી પણ વિશેષ આ ગૌમાતાઓની સંચાલકો ધ્વારા સંભાળ લેવામાં આવે છે. આ ગૌશાળામાં ગૌમાતાને લીલી-સુકુ ઘાસ ગોળ -ખોળ ઉપરાંત દરેક ગાયનું શારિરીક સ્વાસ્થય જળવાય રહે તે માટે નિષ્ણાંત પશુ ચિકિત્સક ધ્વારા નિયમીત સારવાર આપવામાં આવે છે. ઉપરાંત આજુબાજુના વિસ્તારમાં કોઈપણ જગ્યાએ એકસીડન્ટથી ઘાયલ થયેલ ગૌમાતાઓને સંસ્થા ધ્વારા તેના જ વાહનમાં ગૌશાળાએ લાવીને તાત્કાલીક સારવાર આપીને ગૌમાતાને બચાવવાના ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવે છે.
સંસ્થા ધ્વારા બાજુના રાજાવડલા રોડ ઉપર ગૌમાતા માટે આઠ એકર જગ્યામાં-17 મોટા શેડ,શેડ ખાખરીયા હનુમાન તરીકે ઓળખતા વિસ્તારમાં તથા વિશાળ ઘાસ ગોડાઉન, પાણી માટેના સુંદર અવેડાઓ, અદ્યતન ઓપરેશન થઈ શકે તેવું દવાખાનું તેમજ પંખીઓ માટે સુંદર ચબુતરો વિગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.
વાંકાનેરની અંધ અંપગ ગૌશાળાના ટ્રસ્ટીઓએ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતને ગૌસેવાની પ્રેરણા આપતુ જે કાર્ય શરૂ કયું છે, અંધ અપંગ ગૌમાતા ઉપરાંત જુદા જુદા ગામની ગૌશાળાને મદદરૂપ થવા, ગૌમાતાના નિભાવ માટે મક્રર સંક્રાતિના પાવન દિને મંડપો(છાવણી) નાખવાની પ્રેરણા અને જે સહયોગની જરૂરતમાં સાથ સહકાર આપવાની પણ તૈયારી દર્શાવી છે. દર વર્ષની જેમ આ વર્ષે 5ણ વાંકાનેરની અંધ અપંગ ગૌશાળા માટે નીચે મુજબના સ્થળો ઉપર ગૌ ભકતો ગૌમાતા માટે દાન સ્વીકારશે.
એક બે નહી પરંતુ 1200 થી વધુ ગાય માતા આપણાં પાસે જમવાનું માંગે છે. વૃધ્ધ અને અંધ અપંગ ગસાયો, નાના નાના વાછરડાઓ અને નંદીઓ આપણાં પાસે માત્ર તેના ભોજનની અને તેની સારવારની અપેક્ષા રાખે છે. શું આપણે એક અબોલ જીવ માસટે થોડુંક દાન ન આપી શકીએ? જો આપણે એક ગાયને એક ટંકનુ ભોજન આપી શકીએને તો પણ એકેય જીવ ભૂખ્યો નહિ રહે.
આગામી 14 જાન્યુઆરીના રોજ ગૌમાતા માટે ગૌદાન આપવા માટે રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, વાંકાનેર, જામખંભાળીયા, સુરત સહિતના શહેરોમાં દાન સ્વીકારવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.