રાજકોટમાં મકર સંક્રાતિ એટલે દાન ધર્માદા અને પતંગોત્સવ.રાજકોટની રંગીલી જનતા પતંગોત્વને રંગીન બનાવવા માટે શિયાળાની ઋતુમાં શેરડી,જીંજરા,ઉંધિયુ અને ખાસ કરીને ચીકી પાકની જયાફત ઉડાવે છે.
રાજકોટ હવે દેશ વિદેશનું ચીકીપાકનું હબ બની ગયુ છે. અહીંના ફાફડીયા ગાઠિયા જે હવામાનને કારણે વિશેષ બને છે. તેવું જ ચીકીનું છે. જલારામ ચીકીના પ્રકાશભાઇ ચોટાઇના જણાવ્યા મુજબ રાજકોટની મગફળી,તલ અને ગોળ તથા અહીંનું હવામાન અહિંની ચીકીને વિશ્વની બેસ્ટ ચીકી બનાવે છે. આ વખતે અમે પરંપારગત આઇટેમ સાથે યુથની ડિમાન્ડ ઉપર પી નટ બ્રિટલ ચીકી ખાસ લોન્ચ કરી છે. જેને સુંદર પ્રતિસાદ મળ્યો છે.
રાજકોટ પરંતુ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ગુજરાત બહાર વસતા ગુજરાતીઓને પણ રાજકોટની ચીકીનો સ્વાદ ખાસ પસંદ છે. જલરામ ચીકીના માલિક મનોજભાઇ ચોટાઇ કહે છે શિયાળાના ટોનિક સમાન ચીકીની રેન્જ ખુબ વિશાળ થઇ ગઇ છે. અમારે ત્યાં ચીકીમાં જ 34 પ્રકારની વરાઇટી બને છે.
જેમાં શિયાળામાં ગોળની ચીકી હેલ્થની દ્રષ્ટિએ પણ બેસ્ટ છે.
ગોળની ચીકમાં શીગપાક, ગોળ તલ,ગોળ શીગ તલ, ગોળ દાળિયા, ગોળમિકસ્, ગોળ-ચોકો, ગોળ કાળા તલ, ગોળ કોપરા, ગોળ ક્રસ, ગોળ કાજુ, ગોળ તલના લાડવા, શીંગ્ તલ, શીંગ-તલ-દાળિયા, ખાંડ ટોપરા મીકસ, કસ, ખાંડ, ખારેક, ખાંડ સોના, ખાંડ કાજુ, ખાંડ બદામ, ખાંડ સુકામેવા, ખાંડ કાળા તલ, મીકસ વેરાઇટી, સહિતની આઇટેમોનો સમાવેશ થાય છે.
જલારામની માવા ચીકી પણ લોકપ્રિય છે. જેમાં સીંગદાણાને ક્રસ કરીને માવો બનાવીને ચીકી બનાવાય છે.લોકો માવા ચીકીની સારી ડિમાન્ડ કરે છે. 196રથી ચીકી વ્યવસાય સાથે સંકળાયેલા ચોટાઇ પરિવારે જ રાજકોટને ચીકીનું હબ બનાવવામાં મોટુ યોગદાન આપ્યુ છે. 196રમાં સોની બજારમાં સવજીભાઇની શેરીથી આ સફર શરૂ થઇ છે. નટુભાઇ ચોટાઇએ રાજકોટમાં ગોળ ચીકીને સૌ પ્રથમ વખત ચોરસ ચોસલામાં ઢાળી હતી. આજે રાજકોટની ચીકી વૈશ્વીક ઓળખ બની ચુકી છે. સંક્રાતિ પર્વમાં રાજકોટની જલારામ ચીકી નજીકના કિરાણા સ્ટોર,ડેરીફાર્મ તથા જલારામ ચીકીના એક્સ્ક્લુસીવ સ્ટોર ઉપર મળશે.