શહેરમાં સાયબર ફ્રોડના બનાવો પ્રતિદિન વધી રહ્યાં છે, જેમાં એજ્યુકેટેડ લોકો પણ ગઠિયાઓની ઝાળમાં ફસાતા હોય છે. ત્યારે પોલીસે ખાસ અવરનેસના ભાગરૂપે ઉત્તરાયણ પૂર્વે રાહદારી અને વાહનચાલકોને સાયબર અવરનેસ દર્શવતી પતંગનું વિતરણ કર્યું હતું અને ઓનલાઈન છેતરપિંડીથી સચેત રહેવાની અપીલ કરી હતી.