અમદાવાદના ફલાવર શોમાં આ વખતે વધુ એક ગિનિશ રેકોર્ડ સર્જાયો છે.કદની દ્રષ્ટિએ સૌથી મોટા ફલાવર બૂકેનો આ રેકોર્ડ છે.અમદાવાદ કોર્પોરેશન આયોજીત આ ફલાવર શોમાં 10-24 મીટર ઉંચો અને 10.84 મીટર ડાયામીટર ધરાવતો બુકે રાખવામાં આવ્યો હતો.
અત્યાર સુધી આ રેકોર્ડ સંયુકત આરબ અમીરાતની અલઅદીન મ્યુનિસિપાલીટીના નામે હતો. ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ દ્વારા એવોર્ડ અર્પણ કરાયો હતો. ગત વર્ષે પણ અમદાવાદ ફલાવર શોમાં 221 મીટરની ફુલોની સૌથી લાંબી દિવાલનો રેકોર્ડ સર્જાયો હતો.આ વખતના ફલાવર શોમાં 10 લાખથી વધુ ફૂલો છે.