જ્યારે તેઓ માત્ર બે વર્ષનાં હતાં ત્યારે તેમનાં માતા-પિતાએ તેમને શંભુ પંચદશનામ આવાહન અખાડાના મહંત નારાયણ ગિરી મહારાજને સોંપી દીધાં હતાં. મહારાજે તેમને માતા-પિતાનો પ્રેમ અને રક્ષણ આપ્યું. તેમણે બાલ સન્યાસી તરીકે દીક્ષા લીધી. એ જ બાલ સન્યાસી હવે આવાહન અખાડાના મહંત ગીતાનંદ ગિરીના સેક્રેટરી બન્યાં છે. તેઓ રુદ્રાક્ષ વાળા બાબા તરીકે ઓળખાય છે.
મહંત ગીતાનંદ, જેમણે મહાકુંભ માટે અહીં સંગમના કિનારે પડાવ નાખ્યો છે, તેઓ સવારે ચાર વાગ્યે તેમની દિનચર્યા શરૂ કરે છે. તેમની ધૂન દિવસભર ભક્તોથી ગૂંજતી રહે છે. કેટલીકવાર ભીડ એટલી વધી જાય છે કે મહંતને ધુણો છોડીને અખાડાની અંદર ધ્યાન માટે જવું પડે છે.
તેમને એક ઈન્ટરવ્યૂમાં સવાલ પૂછયો કે, તેમને રૂદ્રાક્ષ ધારણ કરવાની પ્રેરણા ક્યારે અને કેવી રીતે મળી, બાબાએ જણાવ્યું કે, છ વર્ષ પહેલાં પ્રયાગરાજમાં અર્ધ કુંભ દરમિયાન તેમણે હઢયોગ શરૂ કર્યો હતો અને 12 વર્ષ માટે દરરોજ 12 કલાક સુધી માથે 1.25 લાખ રૂદ્રાક્ષ પહેરવાનું વ્રત લીધું હતું.
આ હઢ માનવતા અને શાશ્વતનું રક્ષણ કરવા માટેની ક્રિયા હતી. નિશ્ચય મજબૂત હતો. તેથી રુદ્રાક્ષનું ધ્યેય સમય પહેલાં સિદ્ધ થઈ ગયું હતું. હજી છ વર્ષ બાકી છે, પરંતુ માંથામાં પહેલેથી જ 25 હજાર માળા છે. આમાં અઢી લાખ રૂદ્રાક્ષ છે. મુકુટ કારણે વજન વધીને 45 કિલો થઈ ગયું છે.
એક શિષ્યએ રૂદ્રાક્ષ જેકેટ પણ ભેટમાં આપ્યું છે. તે તાજ સાથે પણ પહેરવામાં આવે છે. પુરા બાબાએ જણાવ્યું કે, તે પંજાબનાં કોટકામાં ગુરુનાં આશ્રમમાં રહે છે. તેમણે 10 સુધી સંસ્કૃત પાઠશાળામાંથી અભ્યાસ કર્યો છે. અખાડામાં સન્યાસી અને નાગા સન્યાસી બાદ હવે સેક્રેટરી મહંતના પદ સુધી પહોંચ્યાં છે. ગુરુનાં કારણે જ આ બન્યું છે. ગુરુનું શરીર હવે નથી, પરંતુ તેમનાં મંત્રો અને ઉપદેશો તેમની સાથે છે.