ધરતી પર નવા વર્ષ 2025ની શરૂઆત આ વખતે આકાશી આતશબાજીથી શરૂ થશે. વર્ષની શરૂઆતમાં જે બે અને ત્રણ જાન્યુઆરીની રોગ ‘કવાડ્રેન્ટીડ’ ઉલ્ક વર્ષા થશે. જેથી આકાશ ઝગમગતું રહેશે. દર કલાકે 50થી200 સુધી ખરતા તારાની સપ્તરંગી આતશબાજી આકાશને રોશન કરશે.
ખગોળ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ અને ફોટોગ્રાફીના શોખીનો માટે આ નજારો નવા વર્ષની ભેટ સમાન રહેશે. વર્ષની શરૂઆતમાં થતી આ ઉલ્કાવર્ષા મોટેભાગે જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં થતી હોય છે પણ આ વખતે તે 20 દિવસ પહેલા થઈ રહી છે.
બીએચયુના ભૌતિકી વિભાગ સ્થિત ઈન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝીકસ (આઈયુકા)ના ક્ષેત્રિય કેન્દ્ર સમન્વયક ડો. રાજ પ્રિન્સ બતાવે છે કે ધરતી પર વર્ષમાં થનારી અનેક ઉલ્કાવર્ષાનું કારણ ક્ષુદ્ર ગ્રહો પૃથ્વીના ગુરુત્વાકર્ષણની નજીક આવવું.
આ ગ્રહોમાંથી નીકળેલો કાટમાળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણના ક્ષેત્રમાં આવીને વાયુ મંડળમાં પ્રવેશ કરી જાય છે પણ વાયુ મંડળમાં ઘર્ષણના કારણે તે સળગી ઉઠે છે અને આતશબાજી કે ઉલ્કાવર્ષાને દ્દશ્ય ઉભુ કરે છે.
આથી ખરતા તારાનો નજારો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, કવાડ્રેન્ટીડ ઉલ્કાવર્ષા માટે ‘ઈએચ-1-2003’ નામનો ક્ષુદ્રગ્રહ જવાબદાર છે. તેનો વ્યાસ ત્રણ કિલોમીટર છે.