રાષ્ટ્રીય ગ્રાહક દિવસ અવસરે મંગળવારે રિલાયન્સ રિટેલ ગ્રુપ ટાટા સન્સ ગ્રુપ, ઓલા, સ્વીગી અને ઝોમેટો સહિત 13 મોટા ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સે સુરક્ષા સંકલ્પ લીધો હતો કે તે ઓનલાઈન શોપીંગને ગ્રાહકો માટે વધુ સુરક્ષીત બનાવશે.
તેમણે આ સ્વૈચ્છીક સંકલ્પ કન્ઝયુમર અફેર્સ મિનિસ્ટ્રીના કાર્યક્રમોમાં લીધો હતો તેમાં ગ્રાહક મામલા ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોષીએ જાગો ગ્રાહક જાગો એપ, જાગૃતિ એપ, જાગૃતિ ડેશ બોર્ડ અને ઈ-માપ પોર્ટલ લોન્ચ કરી હતી. સાથે સાથે નેશનલ ક્ધઝયુમર હેલ્પ લાઈનનાં એઆઈ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સથી સજજ વર્ઝનની શરૂઆત પણ કરી હતી.
જોશીએ જણાવ્યું હતું કે, આ પગલાથી ગ્રાહકોનાં હિતની સારી રીતે સુરક્ષા થઈ શકશે. ઈ-કોમર્સ કંપનીઓની ડાર્ક પેટર્નની રીતીનિતીઓથી ગ્રાહકને બચાવી શકાશે અને ફરિયાદોનાં ઝડપથી નિવારણમાં મદદ મળશે જોશીએ આ તકે બીઆઈએસનાં સ્માર્ટ સ્ટાર્ન્ડડ 2025 ની શરૂઆત પણ કરી હતી.