ભારતમાં પ્રદૂષણની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ષ્ણ્બ્ ના ધોરણો મુજબ કોઈ પણ ભારતીયને શુદ્ધ હવા મળતી નથી. આ સિવાય દર વર્ષે ૧૫ લાખ લોકો પ્રદૂષણને કારણે મળત્યુ પામે છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ અભ્યાસ લેન્સેટ પ્લેનેટ હેલ્થમાં પ્રકાશિત થયો છે. આ મુજબ ભારતમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા નિર્ધારિત ધોરણો કરતાં વધુ પ્રદૂષણ છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકોના સ્વાસ્થ્યને અસર થઈ રહી છે.
અભ્યાસ મુજબ, ભારતની ૮૧.૯ ટકા વસ્તી એવા વિસ્તારોમાં રહે છે જ્યાં હવાની ગુણવત્તા ઘણી નબળી છે. આ ગુણવત્તા પણ PM 2.5 બાય ૪૦ ના રાષ્ટ્રીય સ્તરના ધોરણ કરતાં વધુ છે. તમને જણાવી દઈએ કે WHO એ PM 2.5 માટે ૫ ધોરણ નક્કી કર્યું છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જો હવાની ગુણવત્તા આ ધોરણોને પૂર્ણ કરે તો પણ વાયુ પ્રદૂષણના ક્રોનિક એક્સપોઝર સાથે સંકળાયેલા ૦.૩ મિલિયન મળત્યુ થશે.
આ અભ્યાસમાં સામેલ ડો.દોરાઈરાજ પ્રભાકરને કહયું કે આ સ્વાસ્થ્ય પર વાયુ પ્રદૂષણની ખતરનાક અસરો દર્શાવે છે. આ અંગે આપણે કડક પગલાં ભરવાની જરૂર છે. આ ઉપરાંત પ્રદૂષણના કારણોને કાબૂમાં લેવાની જરૂર છે. પછી તે બાંધકામ હોય, વાહનનું પ્રદૂષણ હોય કે સ્ટબલ સળગાવવાનું હોય. આ માટે આપણે પગલાં લેવા પડશે. તેમણે કહયું કે જો આપણે વાયુ પ્રદૂષણ ઘટાડવામાં સક્ષમ છીએ, તો તેનાથી મળત્યુની સંખ્યામાં ઘટાડો થશે.
ઉલ્લેખનીય છે કે વાયુ પ્રદૂષણ ખાસ કરીને ભ્પ્૨.૫ શ્વસનતંત્રને અસર કરે છે. આ સિવાય તે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ વધારે છે. તેનાથી બ્લડ પ્રેશરનું જોખમ વધે છે અને બાળકોના વિકાસમાં પણ વિલંબ થાય છે. આ અભ્યાસમાં, ભારતમાં પ્રદૂષણનું સ્તર ૨૦૧૯માં અરુણાચલ પ્રદેશમાં સૌથી ઓછું ૧૧.૨ અને ગાઝિયાબાદ અને દિલ્હીમાં ૨૦૧૬માં ૧૧૯ હતું.