તણાવથી છુટકારો મેળવવા માટે રહેવાસીઓને ડીએસએમ કાર્યશાળામાં અતિઆવશ્યક કૌશલ્ય શીખવવામાં આવ્યાં
મુંબઈ, 12 ડિસેમ્બર, 2024 – ધારાવી ડેવલપમેન્ટ પ્રોજેક્ટની પહેલ ધારાવી સોશિયલ મિશન હેઠળ મહારાષ્ટ્ર નેચર પાર્કમાં તણાવ વ્યવસ્થાપન કાર્યશાળા (સ્ટ્રેસ મેનેજમેન્ટના વર્કશોપ) નું આયોજન કરાયું હતું. આ કાર્યશાળામાં ધારાવીના અનેક લોકો, જેઓ પોતાના રોજિંદા જીવનના તણાવને યોગ્ય દિશામાં વાળીને તેને યોગ્ય રીતે ઘટાડવા માગે છે, તેમણે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
30મી નવેમ્બરે યોજાયેલી આ કાર્યશાળામાં અનેક ધારાવીકરોને સ્ટ્રેસનું યોગ્ય રીતે સંચાલન કરીને સંતુલિત જીવન સ્થાપિત કરવાની રીત શીખવવામાં આવી હતી. ધારાવી સોશિયલ મિશન દ્વારા યોજાયેલા આ વર્કશોપમાં લોકોને સર્વસમાવેશક વિષયો પર નિષ્ણાતો સાથે સંવાદ દ્વારા સભાન મન સાથે કામ કરવાની ટેકનિક શીખવવામાં આવી હતી.
વર્કશોપમાં ભાગ લેનારા અનેક લોકો માટે આ વર્કશોપ તેમના જીવનને બદલી નાખનારો સાબિત થયો છે. ઊંડા શ્વાસોશ્વાસનો અભ્યાસ, સચેતન મનને જાગૃત કરનારી ટેકનિક મને રોજિંદા જીવનમાં સહાયક બને છે, એમ 45 વર્ષના સંગીતા મનોહર ખાડેએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, મેં તેની દરરોજ પ્રેક્ટિસ શરૂ કરી છે. તમે મારા ઉપર વિશ્વાસ કરો કે આ ટેકનિક મને લાંબા ગાળે મદદગાર બનશે.
ધારાવીકરો માટે મુસીબતો કંઈ નવી વાત નથી. મુંબઈની સૌથી ગીચ વસ્તીમાં રહેતા હોવાને કારણે તેમને આર્થિક અનિશ્ચિતતાથી માંડીને ભીડ તેમજ જગ્યાના અભાવ જેવી સમસ્યાઓ હોય જ છે. તેના કારણે તણાવ અને દબાણ અહીંના લોકોના હંમેશાના સાથી બની ગયા છે. તેનાથી આંખ આડા કાન કરવામાં આવે છે અને તે વણઉકેલાયા જ રહી જાય છે.
માનસિક તણાવ વિશે જાણકારી મેળવવી, તે ધારાવીકર માટે એક નવી વાત છે. જ્યાં ટકી રહેવાના સંઘર્ષથી માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થતું હોય છે. કેટલાયે લોકો પહેલી જ વાર માનસિક તણાવને ઉકેલવાની ટેકનિકો ઔપચારિક રીતે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જેની ઊંડી અસર તેમના ઉપર તરત જ જોવા મળી હતી.
પીએમજીપી કૉલોનીના રહેવાસી 45 વર્ષનાં સીમા પાખરે કહે છે, હું ધ્યાન કરતી વખતે રડી પડી અને સેશન પછી હું ખૂબ હળવાશ અનુભવવા લાગી. તે પછી મને સમજાયું કે પોતાના માટે પાંચ મિનિટ કાઢીને શાંતિથી બેસવું, પરમેશ્વરને યાદ કરવું અને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવો કેટલો જરૂરી છે.
અહીંના રહેવાસી સંતોષ આગાવણે કહે છે કે ટેકનિક અત્યંત સરળ રીતે સમજાવવામાં આવી. મેં તેને અનુસરવાનું શરૂ કરી દીધું છે. તેનાથી મારો દરરોજનો તણાવ ઘટે છે. હું મારા કામના સ્થળે આ પ્રકારના વર્કશોપ યોજવાની સલાહ આપીશ. આવા વર્કશોપ અમારા માટે જરૂરી છે.
ધારાવી સામાજિક મિશન વિશે:
ધારાવી સોશિયલ મિશન (DSM) એ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ (DRPPL) ની મુખ્ય પહેલ છે, જે સામાજિક, આર્થિક અને માળખાકીય પરિમાણોને સમાવિષ્ટ ધારાવીના રહેવાસીઓના આરોગ્યપ્રદ વિકાસને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આ મિશન ધારાવીમાં યુવાનો, મહિલાઓ, ઉદ્યોગો અને વંચિત જૂથો પર વિશેષ ભાર મૂકે છે. ધારાવી સોશિયલ મિશનનું ખાસ ફોકસ કૌશલ્ય આધારિત રોજગાર, શિક્ષણ, આરોગ્યસંભાળ અને સ્વચ્છતા, સામાજિક જોડાણ અને સમુદાય કલ્યાણને વધારવા પર છે.
ધારાવી સામાજિક મિશન સમુદાયના જીવનની સંપૂર્ણ ગુણવત્તા સુધારવા, વ્યક્તિઓને સશક્ત કરવા, ટકાઉ આજીવિકા વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે, જેનાથી તમામ માટે ઉજ્જવળ, વધુ સ્થિતિસ્થાપક અને સમાવિષ્ટ ભવિષ્યનું નિર્માણ થાય છે. હેતુલક્ષી મિશન સ્વ-નિર્ભર ઇકો સિસ્ટમ માટે વ્યક્તિઓ અને જૂથોની લાંબા ગાળાની અને ટકાઉ, સામાજિક-આર્થિક ક્ષમતાઓ વધારવા માટે કામ કરવાનો પ્રયાસ કરે છે.
For more information, please contact:
Rakhi Kankane: [email protected] | DRPPL
Makarand Gadgil: [email protected] | DRPPL
Pankaj Mudholkar: [email protected] | Aakriti Promotions and Media Limited


