- વિપક્ષે અદાણી અને સરકાર પર આક્ષેપ કરવા OCCRP સમર્થિત અહેવાલો ટાંક્યા
ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે જાણીતા જાણીતા અમેરિકન બિઝનેસમેન જ્યોર્જ સોરોસની સંસ્થા OCCRP ફરી એકવાર ચર્ચામાં છે. OCCRP (ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ)ને જો બિડેન સરકારના કાર્યકાળ દરમિયાન જંગી નાણાકીય સહાય મળી હોવાનો ખુલાસો થયો છે. રાહુલ ગાંધી, પ્રશાંત ભૂષણ અને મહુઆ મોઇત્રા સહિતના વિપક્ષી નેતાઓએ અદાણી અને ભાજપ સરકાર પર આક્ષેપ કરવા OCCRP સમર્થિત અહેવાલોને વ્યાપકપણે ટાંક્યા હતા.
એક તપાસ અહેવાલ મુજબ યુએસ સરકાર તરફથી OCCRP ને ઓછામાં ઓછું 47 મિલિયન ડોલરનું ભંડોળ અપાયું છે. ચોંકાવનારી વાત એ છે કે, સંસ્થાની વેબસાઈટ પર તેનો કોઈ ઉલ્લેખ દર્શાવવામાં આવ્યો નથી. ભારતમાં, OCCRPએ ઘણા પત્રકારો અને કેટલાક અંગ્રેજી અખબારો સાથે જોડાણ કર્યું છે. દરમિયાન હિંડનબર્ગના આક્ષેપો અને અદાણી જૂથને નિશાન બનાવતા OCCRPના અહેવાલને ગોસ્પેલ તરીકે ગણી શકાય નહીં, એમ સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું.
4 સપ્ટેમ્બર 23 ના રોજ યુએસ શોર્ટ-સેલર હિંડનબર્ગ-અદાણી કેસની સુપ્રીમ કોર્ટની સુનાવણીના માત્ર એક દિવસ પહેલા ફાઇનાન્સિયલ ટાઇમ્સ, OCCRP અને ધ ગાર્ડિયનએ અદાણી જૂથ વિરુદ્ધ ‘સિક્રેટ પેપર ટ્રેલ રિવલ્સ હિડન અદાણી ઈન્વેસ્ચર્સ (Secret paper trail reveals hidden Adani investors)’ શીર્ષક હેઠળ એક લેખો પ્રકાશિત કર્યા હતા. યુએસ સમર્થિત સંસ્થા OCRP દ્વારા આ લેખોને ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું.
ફ્રેન્ચ અખબાર મીડિયાપાર્ટના અહેવાલમાં જણાવાયું કે, વિશ્વમાં તપાસ માધ્યમોનું સૌથી મોટું સંગઠિત નેટવર્ક OCCRP યુએસ સરકાર સાથેના સંબંધો છુપાવે છે. વોશિંગ્ટન તેનું અડધો-અડધ બજેટ પુરુ પાડે છે. વળી તેના વરિષ્ઠ સ્ટાફને વીટો કરવાનો પણ અધિકાર છે,” ધ હિડન લિંક્સ બિટવીન જ્વાઈંટ ઓફ ઈનવેસ્ટિગેટિવ જર્નાલિજ્મ એન્ડ યૂએસ ગવર્મેન્ટ શિર્ષક ધરાવતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે OCCRP યુએસ સરકારના પ્રભાવ હેઠળ કામ કરે છે.
OCCRP બોસ્નિયન કેપિટલ સારાજેવો (જ્યાં જ્યોર્જ સોરોસ એનજીઓ સક્રિય છે) ખાતે 2008 માં બાલ્કન્સ પ્રદેશમાં સંગઠિત અપરાધ અને ભ્રષ્ટાચારની તપાસ હાથ ધરવા માટે મીડિયા નેટવર્ક તરીકે શરૂઆતમાં બનાવવામાં આવ્યું હતું. ભારતના ઉર્જા ક્ષેત્રમાં મોખરે રહેલું અદાણી ગ્રુપ તેમના રડારમાં ટોચ પર છે. છેલ્લા બે વર્ષમાં અદાણી જૂથે OCCRPનો ભાગ બનેલા પત્રકારો દ્વારા ઘણા હુમલા જોયા છે.
ભારતમાં OCCRPએ તેના એક પ્રોજેક્ટ-ધ પનામા પેપર્સ માટે ઈન્ડિયન એક્સપ્રેસ સાથે સહયોગ કર્યો હતો. યુએસના હિતમાં સેવા આપતા આ વિશાળ સંગઠનમાં રવિ નાયર અને આનંદ મંગલે જેવા ભારતીય પત્રકારોનો સમાવેશ થાય છે. તેઓ ધ વાયર અને ન્યૂઝક્લિક માટે લખે છે. ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ ધ વાયર યુએસ નાગરિક સિદ્ધાર્થ વરદરાજન દ્વારા પ્રમોટ કરવામાં આવે છે.
રવિ નાયર અને આનંદ મંગલેએ ભારતીય ડેટા લીક કરવા માટે પશ્ચિમી મીડિયા સાથે વ્યાપક રીતે સહયોગ કર્યો હતો. માનવામાં આવે છે કે અદાણીના કિસ્સામાં આ પત્રકારો જ ભારત વિરોધી અને અદાણી વિરોધી લેખો લખવામાં સહયોગ કરે છે. કોંગ્રેસ અને મહુઆ મોઇત્રા સહિતના વિપક્ષી નેતાઓએ ભાજપ સરકારને નિશાન બનાવવા માટે OCCRP પત્રકારો દ્વારા અદાણી વિરુદ્ધ OCCRP અહેવાલોને વ્યાપકપણે ટાંક્યા છે.
અહેવાલ મુજબ OCCRP ને યુએસ સરકાર તરફથી $47 મિલિયનનું ભંડોળ પ્રાપ્ત થયું છે. ઉપરાંત NGOને યુરોપિયન યુનિયનમાંથી $1.1 મિલિયન અને 6 યુરોપિયન દેશો (બ્રિટન, સ્વીડન, ડેનમાર્ક, સ્વિટ્ઝર્લેન્ડ, સ્લોવાકિયા અને ફ્રાન્સ) પાસેથી $14 મિલિયન મળ્યા છે. જ્યારે યુએસ હોમ ડિપાર્ટમેન્ટે વેનેઝુએલામાં ભ્રષ્ટાચારના કેસને ટાર્ગેટ કરવાના મિશન માટે NGOને $1,73,324 આપ્યા હતા.