અમદાવાદ: અદાણી પોર્ટફોલિઓ કંપનીઓની એક અંગ અદાણી પાવર લિ.એ જણાવ્યું હતું કે તેણે વૈશ્વિક રેટિંગ એજન્સી S & P ગ્લોબલ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે કરવામાં આવેલ કોર્પોરેટ સસ્ટેનેબલ એસેસમેન્ટ (CSA)માં ૧૦૦માંથી સન્માનજનક 67 ગુણાંક હાંસલ કર્યા છે. તેની સેક્ટરલ સરેરાશના 42 અને અદાણી પાવરના ગત ૨૦૨૩ના નાણાકીય વર્ષના પોતાના ૪૮ના સ્કોરની તુલનાએ ઉત્તમ છે.
આ સાથે અદાણી પાવર તમામ વૈશ્વિક વીજ ઉપયોગીતાઓમાં ટોચના ૮૦ પર્સન્ટાઇલમાં સામેલ થઇ છે. આ કોર્પોરેટ સસ્ટેનેબલ એસેસમેન્ટના સ્કોર અંતર્ગત માનવ અધિકાર, પારદર્શિતા અને રિપોર્ટિંગ, પાણી, ખરાબી અને પ્રદુષણ જેવા અનેક પાસાઓમાં અદાણી પાવર લિ.ટોચના સો પર્સન્ટાઇલમાં છે. ઉક્ત શ્રેણીમાં ઉર્જા, ઓક્યુપેશ્નલ હૈલ્થ અને સુરક્ષા તથા સામુહિક સંબંધો જેવા વધુ ત્રણ ક્ષેત્રોમાં તે ૯૦ પર્સન્ટાઇલ સાથે મોખરે રહી છે.
કોઈ મોડેલિંગ સંપર્કો સિવાય તેની જાહેરાત, માધ્યમો અને હિસ્સેદારો દ્વારા પૃથ્થકરણના મિશ્રણની અસરોની માહિતીના આધારે કંપનીના પ્રદર્શન અને મટીરિયલ ESG જોખમોના સંચાલનને કેન્દ્રમાં રાખી S&P ગ્લોબલ CSAનો S&P ગ્લોબલ ESG સ્કોર નિર્ધારિત કરવામાં આવે છે. અદાણી પાવર લિ.નો ગ્લોબલ ESG સ્કોર પણ ૬૭ છે.
અદાણી પાવર લિ.ના લાંબાગાળા માટેના આયામો તેમજ પર્યાવરણ, સામાજિક અને સુશાસન (ESG)ના સિધ્ધાંતોનું પ્રતિબિંબ તેના કામકાજમાં જોવા મળે તે માટેની પ્રતિબધ્ધતાને આ નોંધપાત્ર સિધ્ધિ રેખાંકિત કરે છે.