સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડના પિડીત પરિવારો હજુ ન્યાય માટે આમથી તેમ ભટકી રહ્યા છે ત્યારે બુધવારે રાત્રે સુરત શહેરના પોશ વિસ્તરમાં સેટીલાઇટ રોડ પર આવેલ શિવપુજા કોમ્પલેક્ષમાં અચાનક ભિષણ આગ લાગી હતી. જેમાં સિક્કીમની બે યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
તક્ષશિલા અગ્નિકાંડ બાદ પણ જાણે સુરત મ્યુનિ.કોર્પોરેશને શીખ લીધી નથી. રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં સ્પા- જીમ અગ્નિકાંડમાં બે યુવતીઓ ગૂંગળાઈને મૃત્યુ પામી છે. આ ઘટનામાં હવે એવી વિગતો સામે આવી છે કે, શિવપૂજા મોલમાં ફાયર એનઓસી વિના જ સ્પા-જીમ ધમધમતા હતાં. આ પટનામાં હવે મોલના મલિકને બચાવવા તંત્ર, ફાયર બ્રિગેડ અને પોલીસ હવાતિયા મારે છે. એટલું જ નહીં, જીમ-સ્પાના સંચાલકના ગળે ગાળિમાં નાંખવા કારસો રચવામાં આવ્યો છે અને શહેરમાં ચર્ચા છે કે શિવપૂજા મોલના બિલ્ડર અનિલ રૂંગટાને આંચ ન આવે તે માટે ભાજપના મોટા માથાઓ મેદાને છે.
અનિલ રૂંગટા
હવે જ્યારે આ અગ્નિકાંડમાં મોલ માલિકને બદલે જીમ-સ્પાના સંચાલકના માથે દોષનો ટોપલો નાંખવા કારસો રચાયો છે. સવાલ એ છે કે, મોલમાં ફાયર એનઓસી ન હોય તો જવાબદારી કોની મોલ માલિકની કે ભાડૂઆતની ? શિવપૂજા મોલમાં ધમધમતાં જીમ સ્પા રિનોવેશન કરાયું તો કોના આદેશથી વેન્ટિલેશન હટાવી દેવાયા? અગાઉ ફાયર બ્રિગેડે નોટિસ આપી છતાંય ફાયર એનઓસી કેમ લેવામાં ના આવી.
સુત્રો મુજબ પોલીસ શંકાના આધારે ભૂપેન્દ્ર પોપટે જેને મિલકત વેચી હતી તે રૂંગટા બિલ્ડરની પણ પૂછપરછ કરશે. જીમ અને સ્પા પાસે ફાયર એનઓસી નથી અને પાલીકાએ બે નોટિસ આપી હતી છતાં એનઓસી નહીં લેતા જીમ સંચાલક ભાગીદાર અને સ્પા માલિક વિરૂધ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમા બિલ્ડીંગનું નિર્માણ ભૂપેન્દ્ર પોપટ નામના બિલ્ડરે કર્યું હોવાથી તેની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં જે તે વખતે જીમની મિલકત શાહનવાઝ મિસ્ત્રી અને વસીમ ચૌહાણને ભાડેથી આપી તથા મિલકતના માલિક બિલ્ડર અનિલ રૂંગટા હોવાની કબુલાત કરી છે.