- RBI-દિલ્હી દ્વારા યોજાયેલી નેશનલ આર્ટ સ્પર્ધામાં VNSGUના ફાઇન આર્ટસ વિભાગની વિદ્યાર્થિની મોનિકા અકોલિયાનું ચિત્ર પ્રદર્શિત કરાયું
- RBI તરફથી વિશેષ પ્રમાણપત્ર અને મોમેન્ટો દ્વારા સન્માનિત
સુરત:બુધવાર: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ૯૦મી વર્ષગાંઠ નિમિત્તે RBI-દિલ્હી દ્વારા યોજાયેલી નેશનલ આર્ટ સ્પર્ધામાં સુરતની વીર નર્મદ દ.ગુ. યુનિ.(VNSGU)ના ફાઇન આર્ટસ વિભાગની વિદ્યાર્થિની મોનિકા અકોલિયાનું ચિત્ર પ્રદર્શિત કરાયું હતું. જે માટે મોનિકાને દિલ્હી આરબીઆઇ તરફથી વિશેષ પ્રમાણપત્ર અને મોમેન્ટો દ્વારા સન્માનિત કરાયા હતા.
મોનિકાએ જણાવ્યું હતું કે, ચિત્ર સબમિશનના એક દિવસ પહેલા જ આ સ્પર્ધા વિષે જાણ થઈ હોવાથી તેણીએ એક જ દિવસે સળંગ ૬ કલાકની મહેનત કરીને પેઇન્ટિંગ તૈયાર કરી ઓનલાઈન દાવેદારી નોંધાવી હતી. મોનિકાએ આરબીઆઇ પર વિસ્તૃત જાણકારી મેળવી વિશેષ ચિત્ર તૈયાર કર્યું હતું. જેની નોંધ RBI-દિલ્હી દ્વારા પણ લેવામાં આવી હતી અને તેઓ ખાસ પ્રશંસાને પાત્ર બન્યા હતા.