ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મધુમેહ મુકત ગુજરાત અભિયાન ચલાવાશે
સુરતઃ- ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન હેઠળ સુરત શહેરમાં તાઃ 14-11-2024થી મધુમેહના દર્દીઓ માટે યોગ શિબિર યોજાશે.
ડાયાબિટીસના દર્દીનો પરીક્ષણ કર્યા બાદ નિષ્ણાંત તબીબના માર્ગદર્શન અનુસાર, યોગ, પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા ડાયાબિટીસથી મુક્ત કરાવવાનો પ્રયત્ન કરાશે. શિબિરમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રોજ સવારે 6.00થી 8.00 વાગ્યા દરમિયાન સૂચના મુજબ અભ્યાસ માટે જોડાવાનું રહેશે યોગ દ્વારા દરેક દર્દીનો શારીરિક માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ થાય તેવો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો ઉદ્દેશ છે.
રજીસ્ટ્રેશન માટે મહાનગરપાલિકાના કોર્ડીનેટર -ડો પારુલ પટેલ નો સંપર્ક સાધવો 94284 54604 whatsapp મેસેજ દ્રારા રજીસ્ટ્રેશન કરાવી શકાશે. અંતિમ તારીખ તા: 10મી નવેમ્બર’2024 રહેશે. વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરવાનો અનુરોધ કરાયો છે.