આ ઘટના સવારે 7 વાગ્યે પ્રકાશમાં આવી જ્યારે કંપનીના સિક્યોરિટી ગાર્ડ બીજા માળે પહોંચ્યા અને એક્ઝોસ્ટ ફેન તૂટેલા અને કેમિકલ જમીન પર પડેલા જોયા.
સુરતમાં રવિવારના રોજ સાંજના સમયે ચાર માણસો દુકાનમાં પ્રવેશવા માટે ડ્રેનેજ પાઇપ પર ચઢી ગયા બાદ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી 1,822 ગ્રામ વજન અને રૂ. 1.45 કરોડની કિંમતના અર્ધ-પ્રોસેસ્ડ સ્વરૂપમાં સોનાની ચોરી થઈ હતી. જેને ગોલ્ડ દસ્ટ એટલે કે સોનાની ધૂળ તરીકે પણ ઓળખવામાં આવે છે.
પોલીસના જણાવ્યા મુજબ, મંકી કેપ અને માસ્ક પહેરેલા ચાર વ્યક્તિઓ જીનવાલા ઉદ્યોગ બિલ્ડિંગની પાછળની બાજુએ ડ્રેનેજ પાઇપ પર ચઢી ગયા હતા અને બીજા માળે પહોંચ્યા હતા જ્યાં તેઓએ એક્ઝોસ્ટ ફેનની આઉટલેટ ખોલી હતી અને મેઝરિયા જ્વેલ્સ પ્રાઇવેટ લિમિટેડના ગોલ્ડ રિફાઇનિંગ વિભાગમાં પ્રવેશ કર્યો હતો. .
પોલીસે જણાવ્યું હતું કે, બદમાશોએ ત્રણ બીકર ખોલી હતી જ્યાં પાઉડર સ્વરૂપમાં સોનું રાખવામાં આવ્યું હતું, એક થેલીમાં આ સોનાને સ્થાનાંતરિત કર્યુ હતુ, અને તે જ માર્ગેથી ભાગી ગયા હતા જે તેઓ પ્રવેશવા માટે અપનાવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. આ ઘટના સવારે 7 વાગ્યે પ્રકાશમાં આવી જ્યારે કંપનીનો સિક્યોરિટી ગાર્ડ બીજા માળે પહોંચ્યો અને તેણે એક્ઝોસ્ટ ફેન તૂટેલું અને કેમિકલ જમીન પર પડેલું જોયું.
ગાર્ડે નાના વરાછાના રહેવાસી અને ભાવનગર જિલ્લાના વતની કારખાનેદાર જીજ્ઞેશ ઈટાલીયાને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ માલિકે પોલીસને બોલાવી હતી.