- 48 વર્ષના વૃદ્ધ દ્વારા 3 વર્ષની બાળકી બળાત્કારની ફરિયાદ
- પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપીને શોધી કાઢ્યો
સુરતઃ પાંડેસરામાં સુંદરકાંડ દરમિયાન 48 વર્ષીય વ્યક્તિએ 3 વર્ષની બાળકીનું અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવા પામી છે. પોલીસે ઝડપથી આરોપી પ્રમોદ ગૌડને પકડી લીધો અને બાળકી હવે સુરક્ષિત છે.
પાંડેસરા વિસ્તારમાં આવેલું જુના લક્ષ્મી નગરમાં રામ મંદિરમાં સુંદરકાંઠનો પાઠ થઈ રહ્યો હતો. દરમિયાન બાળકી સૂઈ રહી હતી ત્યારે આરોપીએ તેનું અપહરણ કર્યું હતું અને તેને તેના ઘરે લઈ ગયો હતો. મંદિરના પૂજારીને વાતની જાણ કરતા મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા અજાણ્યા ઈસમ બાળકીને લઈ જતા દ્રશ્યો મળી આવ્યા હતા. બાદમાં 100 નંબર પર જાણ કરતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી. 100 જેટલી પોલીસની ટીમ બનાવી અલગ અલગ તપાસ શરૂ કરવામાં આવી હતી.
સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા જેટલા પણ સીસીટીવી હતા એને ચેક કરવામાં આવ્યા. પેટ્રોલિંગ દરમિયાન પાંડેસરા પોલીસના ત્રણ કોન્સ્ટેબલે જોયું કે બે યુવકે ટુ-વ્હીલર પર બાળકી બેસાડેલી હતી જેને પૂછપરછ કરતા યોગ્ય જવાબ આપી શક્યા ન હતા. આ લોકો જે જગ્યા પરથી બાળકી ગુમ થઈ હતી એ જગ્યા ઉપર પરત લાવ્યા હતા. બાળકીની માતાએ તેને પૂછતા બાળકી સાથે ખરાબ રીતના અડપલા થયા હોવાનું સામે આવ્યું હતું. તેથી બાળકીની માતાએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નોંધાવી હતી.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન-4) વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે “લક્ષ્મીનગરમાં એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. છોકરી તેની માતા અને નાના ભાઈ સાથે ત્યાં ગઈ હતી. તેની માતાએ તેની રડતી બહેનને ઘરે લઈ જવા માટે થોડા સમય માટે નીકળવું પડ્યું. આ ટૂંકી ક્ષણ દરમિયાન જ ત્યાં હાજર આરોપીએ જોયું કે છોકરી એકલી હતી અને તે તેને પોતાના ઘરે લઈ ગયો.
ચૂપ રહેવા માટે 10 રૂપિયા પણ આપ્યા
વધુમાં ગુર્જર ઉમેર્યું “એક જેસીપી, ત્રણ ડીસીપી, અધિકારીઓની એક ટીમ સાથે, અમે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપીને શોધી કાઢ્યો. અમે આરોપી વધુ ગંભીર ગુનો કરે તે પહેલા તેના ઘરેથી ધરપકડ કરી. છોકરીની તબિયત સારી છે”. પાંડેસરા પોલીસે ગૌડ વિરુદ્ધ BNS અને POCSO એક્ટ હેઠળ બળાત્કાર અને અપહરણનો ગુનો નોંધ્યો છે. જાતીય શોષણ સંબંધિત કેસોમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ પીડિતાની ગોપનીયતાની સુરક્ષા માટે તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી. ગૌડે બાળકીને આ ઘટના કોઈનેન જણાવવાની ધમકી આપી હતી અને તેને ચૂપ રહેવા માટે 10 રૂપિયા પણ આપ્યા હતા.