પ્રકાશ પર્વ દિવાળીનો પ્રારંભ તા.૨૭ ઓકટોબરે રહ્યો છે. ત્યારે મ.ન.પા.નાં ફાયર બ્રીગેડ તંત્ર દ્વારા ફટાકડાનાં કારણે આગ-અકસ્માત સર્જાય નહી તેની પુરી તકેદારી રાખવા ફટાકડાનાં વેપારીઓને ફાયર એન. ઓ. સી. (લાયસન્સ) મેળવી લેવા અપીલ કરી છે.ᅠ જે અનુસંધાને આજ દિવસ સુધીમાં ૨૧૨ અરજીઓ આવી છે. જેમાં ૬૭ મંજુર કરવામાં આવી છે.
શહેરના વિવિધ વિસ્તારમાં થતા ફટાકડા સ્ટોલના ધંધાર્થીઓએ ફરજીયાત મનપાના ફાયરબ્રિગેડનું એન.ઓ.સી. જરૂરી હોય છે. ત્યારે ફટાકડાના લાયસન્સ માટે આજ દિન સુધીમાં કનક રોડ, બેડીપરા, કોઠારીયા, મવડી, કાલાવાડ રોડ, રામાપીર, રેલનગર તથા મોરબી રોડ સહિતના સ્ટેશનો પર ૨૧૨ અરજી આવી છે. જેમાં કનકનગર રોડ પર – ૩૦, કોઠારીયામાં – ૬, કાલાવડ રોડ પર – ૪, રેલનગર તથા મોરબી રોડ પર – ૫ સહિત કુલ ૬૭ મંજુર કરાય છે. તંત્ર દ્વારા સ્થળ તથા સેફટી એનઓસી ઇસ્યુ કરવામાં આવશે. હજુ લાયન્સ માટે અરજી આવી રહી છે.
ગત વર્ષ કરતા ૫૦ ટકા અરજી આવ્યાનું પ્રાથમિક તારણ છે. ફાયર એનઓસી હોય તેને જ પોલીસ મંજુરી મળે છે. ઓછા સ્ટાફને કારણે સ્થળ વેરીફીકેશન કરવામાં વિલંબ થઇ રહ્યાની ફરિયાદ આવી રહી છે. હવે મુખ્ય કનક રોડ સ્ટેશનના બદલે નજીકના લાગુ પડતા ફાયર સ્ટેશનમાં જ અરજી કરવાની રહેશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા ફટાકડાનાં સ્ટોલ ઉપર ચેકીંગ કરી સ્ટોલ ઉપર ફાયર સેફટીનાં સાધનો જેવા કે રેતી ભરેલી ડોલ, ફાયર એકસ્ટીમ્બ્યુસર, પાણીની વ્યવસ્થા વગેરે છે કે કેમ ? તેનું ચેકીંગ કરાશે. આ ઉપરાંત શહેરમાં દર વર્ષ માસ્ક આગ – અકસ્માતની શકયતાં વાળા પાંચ સ્થળો જેવા કે નાના મૌવા ચોક, પંચાયત ચોક, પેડક રોડ, ફુલછાબ ચોક અને પરાબજાર વગેરે સ્થળોએ હંગામી ફાયર સ્ટેશનો ઉભા કરાયા છે. જેમાં ૧-૧ ફાયર ફાઇટર, રેસ્કયુ વાન, એમ્બ્યુલન્સ, વોટર ટેન્કર, વગેરે વાહનો ર૪ કલાક તૈનાત કરાશે. તેમજ ચીફ ફાયર ઓફીસરશ્રી દવેએ જણાવ્યું હતું.