ભારતીય પ્રવાસીઓ ગત વર્ષની સરખામણીએ 10-15 ટકા વધુ ખર્ચ કરીને અને 6 થી 15 દિવસના લાંબા વેકેશનને પસંદ કરી રહ્યાં છે. લોકપ્રિય સ્થળો માટે ફ્લાઇટ બુકિંગમાં 60 ટકાનો વધારો થયો છે, જેનાં કારણે ઘણાં પ્રદેશોમાં હોટેલો પણ સંપૂર્ણ બુક થઈ ગઈ છે. થાઈલેન્ડ અને જ્યોર્જિયા જેવાં લોકપ્રિય આંતરરાષ્ટ્રીય સ્થળોની બુકિંગમાં પણ 70-80 ટકાનો વધારો થયો છે.
થોમસ કૂક ભારત ખાતેના લેઝર ટ્રાવેલ અને એમઆઇસીઈના ક્ધટ્રી હેડ રાજીવ કાલેએ જણાવ્યું હતું કે મુસાફરી એક જરૂરિયાત બની ગઈ છે. આગામી તહેવારોની સિઝનમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને પ્રવાસોની મજબૂત માંગ જોવા મળી રહી છે.
અમારા બુકિંગ ડેટા મુજબ ગ્રાહકો તેમનાં પ્રવાસ ખર્ચમાં 10-15 ટકાનો વધારો કરવા તૈયાર છે” સાથે લાંબા સમય સુધી રોકાય છે, સામાન્ય 3-દિવસની ટ્રિપથી 6-15 દિવસની ટ્રિપ થઈ રહી છે.
ઇન્ડસ્ટ્રીના એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું કે, ચોક્કસ, ઉચ્ચ માંગવાળા રૂટ પરનાં હવાઈ ભાડામાં વાર્ષિક ધોરણે 25 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. ઇક્સિગોના ગ્રુપ સીઇઓ આલોક બાજપાઇએ જણાવ્યું હતું કે, “દિવાળી માટે સૌથી વધુ સર્ચ કરાયેલાં સ્થળોમાં લખનૌ, જયપુર, વારાણસી અને દેહરાદૂનનો સમાવેશ થાય છે, જેમાં ફ્લાઇટ બુકિંગમાં 60 ટકાનો વધારો થયો છે.”
તેમણે જણાવ્યું હતું કે બેંગલુરુથી લખનૌ, બેંગલુરુથી જયપુર અને દિલ્હીથી વારાણસી જેવાં ચોક્કસ રૂટના હવાઈ ભાડામાં 20-25 ટકાનો વધારો જોવા મળ્યો છે, તેમ છતાં મુખ્ય રૂટ પરનાં હવાઈ ભાડા છેલ્લાં સપ્તાહમાં 20-25 ટકા નીચા હતાં.
ટ્રાવેલ પોર્ટલ મેક માય ટ્રીપે જણાવ્યું હતું કે ઘણાં ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં પ્રવાસની માંગ છે.” તેનાં હરીફ ક્લિયરટ્રિપના ડેટા દર્શાવે છે કે વિવિધ શહેરોમાં હોટેલ બુકિંગમાં વધારો થયો છે, જેમાં બેંગલુરુ અને અમૃતસરમાં અનુક્રમે 2.2 ગણો અને 3 ગણો વધારો થયો છે.
ડોમેસ્ટિક ટ્રાવેલમાં ઉછાળાને કારણે ઘણી જગ્યાએ ખાસ કરીને જયપુર, ઉદયપુર, ઋષિકેશ અને કુર્ગ જેવાં પ્રવાસી હોટસ્પોટ્સમાં સુપર-પ્રીમિયમ અને બુટિક હોટેલો સંપૂર્ણ રીતે બુક થઈ ગઈ છે.
થોમસ કૂકના કાલેએ જણાવ્યું હતું કે, “તહેવારોની સિઝન માટે અમારાં ટોચનાં સ્થળોમાં કાશ્મીર, હિમાચલ પ્રદેશ, આંદામાન ટાપુઓ, કેરળ, રાજસ્થાન, ગોવા અને ઉત્તરપૂર્વનો સમાવેશ થાય છે.” આંતરરાષ્ટ્રીય સ્થળો જેમ કે શ્રીલંકા અને ભૂતાન પણ આકર્ષણ મેળવી રહ્યાં છે સાથે સાથે દુબઈ, થાઈલેન્ડ, મલેશિયા અને કેટલાક યુરોપીયન સ્થળોનો પણ સમાવેશ થાય છે.