સુરત:શુક્રવાર: આગામી તહેવાર ઈદ-એ-મિલાદ નિમિત્તે પોલીસ કમિશનરનું જાહેરનામું બાહર પાડવામાં આવ્યું છે. આગામી તા.૧૬/૦૯/૨૦૨૪ ના રોજ મુસ્લીમ સંપ્રદાયનો ધાર્મિક તહેવાર ‘ઇદ-એ-મિલાદ” ઉજવવામાં આવશે.
ઈદ-એ-મિલાદ નિમિત્તે સુરત શહેરમાં થનારી ઉજવણી દરમિયાન કોમી-એક્તા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તેમજ કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા કેટલાક પ્રતિબંધો મુકાયા છે.
કોઇ ધર્મની લાગણી ના દુભાય
“ઇદ-એ-મિલાદ”ના ઝુલુસમાં વાહન તરીકે ભારે વાહનો ટ્રક, જેવા વાહનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ રહેશે. ઝુલુસમાં ખાસ કરીને કોઇ ધર્મની લાગણી દુભાય તેવા સુત્રોચ્ચાર, ભાષણો, પોસ્ટરો દેખાડવા પર પ્રતિબંધ હશે. તેમજ અસભ્ય ગીતો ગાવા કે વગાડવા પર પણ રોક લગાવામાં આવી છે.
નક્કી કરેલા રૂટ પર જ નીકળશે ઝુલુસ
પાણી વહેંચવા માટે પાઉચનો ઉપયોગ કરવા પર તેમજ વગર પરવાનગીએ ઇંદ-એ-મિલાદ”નુ ઝુલુસ કાઢવા અને “ઇદ-એ-મિલાનું ઝુલુસ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંજુર થયેલ રૂટ સિવાયના વિસ્તારમાં કાઢવા પર પ્રતિબંધ મુકાયો છે. આ જાહેરનામાનો અમલ તા.૧૫/૦૯/૨૦૨૪થી તા.૧૭/૦૯/૨૦૨૪ સુધી કરવાનો રહેશે અને તેનો ભંગ કરનાર સખત સજાને પાત્ર ગણાશે.
ગણપતી મંડપ થયો હતો પત્થરમારો
સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં થોડા સમય પહેલા જ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં ગણેશ મંડપ પર પત્થરમારો અને તોફાની તત્વો દ્વારા શ્રીજીની પ્રતિમાને ખંડિત પણ કરવામાં આવી હતી. જો કે બાદમાં તોળાએ પોલીસ સ્ટેશનોનો ઘેરાવો કરતા રાતો રાત સુરત પોલીસ કમિશનર અને રાજ્ય ગૃહમંત્રી સહિતના અધીકારીઓ દ્વારા કાયદો વ્યવસ્થા કરવા હેતુ આરોપીઓને પાઠ ભણાવવામાં આવ્યો હતો. જો કે ફરી આ પ્રકારની કોઈ ઘટના સુરતની પ્રતિષ્ઠાને ઠેસ ના પહોચાડે તે હેતું સુરત પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામું બાહર પાડવામાં આવ્યું છે.