સુરત: શહેરમાં ભારે વરસાદને કારણે સુરતનાં નીચાણવાળા વિસ્તાર તથા ખાડીકિનારાનાં વિસ્તારમાં પાણી ભરાયા હતા. વરસાદે વિરામ લેતા કેટલાક વિસ્તારોમાં ખાડીપુરના પાણીના ધીમે ઓસરી રહ્યા છે.
સુરત મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ ધ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઇ અભિયાન હાથ ઘરી જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત રેપીડ રીસ્પોન્સ મેડીકલ ટીમ અને વીબીડીસી વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગચાળાના સર્વેની કામગીરી સાથે દવાઓ આપવાની તેમજ રોગચાળાની અટકાયત બાબતે કામગીરી હાથ ઘરવામાં આવી છે.
સફાઇકર્મીઓ સાથે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.