20 હજાર ભાડેના ગોડાઉનમાં 51.4 કરોડનો મુદ્દામાલ
પલસાણાથી એટીએસ પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા
ગુજરાત ATS એ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં રેડ કરીને 51 કરોડ રૂપિયાનો મેફેડ્રોન દ્ર્ગસનો જથ્થો કબજે કર્યો છે. એસ્ટેટના શેડમાં 1 મહિનાથી મેફેડ્રોનનું મેન્યુફેકચરિંગ કરવામાં આવતું હતું. ઘટ અને લીકવીડ ફોર્મમાં મેફેડ્રોન સાથે 3 આરોપીઓની ATS એ ધરપકડ કરી છે. આરોપીઓએ 1 મહિનામાં 4 કિલો મેફેડ્રોન બનાવીને વેચ્યું હતું. આરોપીઓને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મેળવીને ATS લાવવામાં આવશે.
ગુજરાત ATS ના 2 પીઆઈ,5 પીએસઆઈ સહિતની ટાઈમ સુરત જિલ્લાના પરસાણા તાલુકાના કારેલી ગામમાં દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પતરાના શેડમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન શેડમાંથી 4 કિલો મેફેડ્રોન અને 31.409 કિલો લિકવિડ મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો. ATS એ 51.409 કરોડના મેફેડ્રોન સાથે સુનીલ યાદવ,વિજય ગજેરા અને હરેશ કોરાટ નામના આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ જૂનાગઢ,સુરત અને બાકીના રહેવાસી છે.
આરોપીઓ છેલ્લા એક મહિનાથી 20 હજાર રૂપિયાના ભાડે શેડ રાખીને મેન્યુફેકચિંગ કરી રહ્યા હતા. આરોપીઓમાંથી સુનીલ યાદવ રો મટીરીયલ લાવતો હતો. વિજય ગજેરા ઇલેક્ટ્રીકલ એન્જીનીયર હતો જે રો મટીરીયલમાંથી મેન્યુફેકચરિંગ કરતો હતો. હરેશ કોરાટ બંને આરોપીઓ સોંપે તે કામ કરતો હતો. આરોપીઓએ છેલ્લા એક મહિનામાં 4 કિલો મેફેડ્રોન તૈયાર કરીને મુંબઈના સલીમ સૈયદને આપ્યો હતો. સલીમ સૈયદને પકડવા ATS ની ટીમ રવાના થઈ છે.
ATS ના DYSP એસ.એલ ચૌધરીએ જણાવ્યું હતું કે રેડ દરમિયાન 3 આરોપીઓ ઝડપી પડ્યા હતા. આરોપીઓ એક મહિનાથી મેફેડ્રોન બનાવતા હતા. આરોપીઓએ 4 કિલો મુંબઈના શખ્સને આપ્યું હતું. જેનો શેડ ભાડે રાખ્યો જતો તે માલિકની પણ પૂછપરછ કરવામાં આવશે.