સુરત: હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જે બાદ સુરતમાં ભારે વરસાદ બાદ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. સુરતના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે. સાથો સાથ ઉપરવાસમાં પણ પાણીની આવક વધી છે, જેના કારણે પાણી નીચાણવાળા વિસ્તારમાં ઘુસી જાય છે.
આસામ અને અરુણાચલ પ્રદેશમાં વરસાદ બાદ આવેલા પૂરે ભારે તબાહી મચાવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ સીએમ હિમંતા બિસ્વા શર્મા સાથે વાત કરી અને તમામ મદદનું આશ્વાસન આપ્યું છે. શર્માએ આગામી 48 કલાકને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યા છે. અરુણાચલમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને પૂરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
ઉત્તરાખંડ, હરિયાણા અને રાજસ્થાનથી લઈને પૂર્વમાં બિહાર અને બંગાળ અને આસામ સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં મુશળધાર ચોમાસાનો વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 4-5 દિવસ માટે દેશભરમાં સમાન સ્થિતિનું એલર્ટ જાહેર કર્યું છે. મંગળવારે આસામ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે હિમાચલ, હરિયાણા, યુપી અને દિલ્હી સહિત 14 રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.
આસામ અને અરુણાચલ પ્રદેશમાં વરસાદ બાદ આવેલા પૂરે ભારે તબાહી મચાવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ સીએમ હિમંતા બિસ્વસર્મા સાથે વાત કરી અને તમામ મદદનું આશ્વાસન આપ્યું. શર્માએ આગામી 48 કલાકને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યા છે. અરુણાચલમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને પૂરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. પૂર્વ કામેંગમાં આવેલી કામેંગ નદીમાં અનેક ઘરો ધોવાઈ ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ઉત્તરાખંડ, હરિયાણા, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ત્રિપુરા, મેઘાલયમાં મુશળધાર વરસાદ થયો છે. ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, કોંકણ અને ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, કેરળ અને કર્ણાટકમાં ઘણી જગ્યાએ વરસાદ થયો છે. જ્યારે રાજસ્થાનમાં સોમવારે સવારે 8:30 વાગ્યા પહેલાના 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ બાંસવાડાના ઘાટોલમાં 76 મીમી અને જાલોરના રાનીવાડામાં 71 મીમી નોંધાયો હતો.
દિલ્હીમાં મુશળધાર વરસાદનું કારણ વાદળ ફાટવું નથી
હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે 28 જૂને દિલ્હીમાં મુશળધાર વરસાદનું કારણ વાદળ ફાટવું નહોતું. તે દિવસે સવારે 5 થી 6 વચ્ચે એક કલાકમાં સફદરજંગમાં 91 મીમી વરસાદ નોંધાયો હતો.
કાઝીરંગા નેશનલ પાર્કમાં પૂર
આસામમાં બ્રહ્મપુત્રા નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થયો છે. કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં પ્રાણીઓ માટે રહેવા માટે બનાવેલા 61 કેમ્પ ડૂબી ગયા હતા. 12 જિલ્લામાં ત્રણ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. જંગલી પ્રાણીઓ નેશનલ હાઈવે 715 પર પહોંચી ગયા છે. અત્યાર સુધીમાં 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
બિહારઃ વીજળી પડવાથી 7ના મોત
બિહારના છ જિલ્લામાં વીજળી પડવાથી સાત લોકોના મોત થયા છે. ઔરંગાબાદ જિલ્લામાં બે અને બક્સર, ભોજપુર, રોહતાસ, ભાગલપુર અને દરભંગા જિલ્લામાં એક-એક મૃત્યુ થયા છે.
તેલંગાણામાં ચારના મોત થયા છે
તેલંગાણાના નાગરકુર્નૂલના વનપતલા ગામમાં માટીનું માળખું ધરાશાયી થતાં એક માતા અને ત્રણ બાળકોનાં મોત થયાં હતાં.
રસ્તા પર મગર
મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના ચિપલુણ શહેરમાં વરસાદના કારણે મગર રસ્તા પર આવી ગયો. આઠ ફૂટ લાંબો મગર રોડ પર રખડતો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.