ગુજરાતમાં ભ્રષ્ટાચાર રોકવા કોન્ટ્રાક્ટર એસોસિએશનની માગ
શ્રદ્ધાંજલિ સાથે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ
ગૃહ રાજ્ય મંત્રીને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માગ
ગાંધીનગરઃ દેશ સહિત ગુજરાતમાં ભ્રષ્ટાચાર રોકવા સરકાર પરિપત્ર કરે તો દેશ અને ગુજરાત સુધરી જાય તેવી માગણી ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરના ધંધા સાથે સંકળાયેલા કનુભાઈ પટેલ નામના કોન્ટ્રાક્ટરે લેવાના થતા પૈસા રોકીને બે અધિકારીઓ દ્વારા અપાતા માનસિક ત્રાસના કારણે ગત 15 જૂન 24ના રોજ સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો હતો, જેના પગલે આજે ગાંધીનગરમાં ગુજરાત પણ ટ્રેક્ટર એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ સાથે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
મીડિયા સાથેની વાતચીતમાં એસોસિએશનના ચેરમેન અરવિંદભાઈ પટેલે કહ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા કરવામાં આવશે, તેવી જાહેરાત કરી હતી કે પીડિત પરિવારને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને નહીં તે માટે આ વેદનપત્રથી રૂબરૂ રજૂઆત કરવામાં આવશે.
જોકે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલી ભગત બાબતે એસોસિએશનના ચેરમેન અરવિંદભાઈ પટેલે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર રોકવા માટે સરકારે પરિપત્ર કરવો જોઈએ તો જ દેશ અને આપણું ગુજરાત સુધરશે તેવો દાવો કર્યો હતો.