સોના ચાંદી જડિત ટ્રાવેલ ટેમ્પલ વાળી કંકોત્રી
ક્યારેય ના જોયું હોય તેવું આમંત્રણ
શું તમને મળ્યું છે આવું ગોલ્ડન ઇન્વિટેશન?
રિલાયન્સની ગ્રાન્ડ વેડિંગનું ઇન્વિટેશન
12 જુલાઈએ અનંત રાધિકાના લગ્ન
અંબાણીએ હાથેથી લખેલી કંકોત્રી મોકલી
મુંબઈઃ અંબાણી પરિવારમાં નાની વહુ આવવાની છે. હા, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેશે. લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને આ દરમિયાન અનંત અને રાધિકાના લગ્નની ભવ્ય કંકોત્રી પણ સામે આવી છે.
અમે તમને આ અહેવાલમાં જણાવી રહ્યા છે કે, આ આમંત્રણ પત્ર કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે? કેવા પ્રકારની કારીગરી કરવામાં આવી છે? કાર્ડ કેવી રીતે સુંદર બનાવવામાં આવ્યું છે? આ કાર્ડને પીળા રંગના અલમારી જેવા આકારમાં રાખવામાં આવ્યું છે. તેને ખોલવા પર ભગવાન વિષ્ણુ એટલે કે નારાયણનું ચિત્ર દેખાય છે. ખાસ વાત એ છે કે નારાયણના હૃદયમાં દેવી લક્ષ્મી દર્શાવવામાં આવી છે.
તેને ખોલતાની સાથે જ આમંત્રણ કાર્ડમાંથી મંત્રો આપોઆપ વાગવા લાગે છે અને તેના ઉપરના ભાગમાં વૈકુંઠનું દ્રશ્ય બતાવવામાં આવે છે, જેને નારાયણ અને દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. લગ્નના આમંત્રણ કાર્ડમાં સોનાની કારીગરી છે અને તેને ખોલવા પર તમને લગ્નના કાર્યક્રમ સાથે સંબંધિત માહિતી મળશે.
આમંત્રણ પત્રની અંદર એક નાનું પરબિડીયું મૂકવામાં આવ્યું છે, જે ખોલવા પર હસ્તલિખિત પત્ર દેખાય છે. આમંત્રણ પત્રના બીજા પાના પર ભગવાન ગણેશની તસવીર છે અને ત્રીજા પાના પર મા દુર્ગાની તસવીર છે. આ સિવાય લગ્નના કાર્યક્રમને લગતી તમામ માહિતી પણ તેમાં આપવામાં આવી છે. આ સિવાય અન્ય એક ડબ્બામાં વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓ રાખવામાં આવી છે. આમંત્રણ કાર્ડની અંદર એક નાની બેગ પણ રાખવામાં આવી છે. બેગ ખોલવા પર, અનંત-રાધિકાના નામ સાથે એમ્બ્રોઇડરી કરેલો રૂમાલ અને દુપટ્ટો મળી આવે છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ અનંત અબાણી અને રાધિકા મર્ચન્ટે તેમનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન સેલિબ્રેટ કર્યું હતું. ચાર દિવસ માટે ક્રુઝ પર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉ, પ્રથમ પ્રી-વેડિંગ સેલિબ્રેશન ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન ઉજવવામાં આવ્યું હતું. હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આવતા મહિને એટલે કે જુલાઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહ ત્રણ દિવસ સુધી ચાલશે. 12મી જુલાઈથી શરૂ થઈને 14મી જુલાઈ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. લગ્ન 12મી જુલાઈએ, 13મી જુલાઈએ શુભ સમારોહ અને રિસેપ્શન 14મી જુલાઈએ થશે.