By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: વાયુ પ્રદૂષણથી 2021માં વિશ્વભરમાં 81 લાખ લોકોના મોત : ભારતમાં 23 લાખ નાગરિકોના મોત
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > આરોગ્ય > વાયુ પ્રદૂષણથી 2021માં વિશ્વભરમાં 81 લાખ લોકોના મોત : ભારતમાં 23 લાખ નાગરિકોના મોત
આરોગ્ય

વાયુ પ્રદૂષણથી 2021માં વિશ્વભરમાં 81 લાખ લોકોના મોત : ભારતમાં 23 લાખ નાગરિકોના મોત

Hotline News
Last updated: June 23, 2024 6:16 AM
Hotline News - Editor Published June 23, 2024
SHARE

જો 21મી સદીને વિકાસની દ્દષ્ટિએ એશિયાની સદી ગણવામાં આવે તો તેને સમસ્યાઓની સદી કહેવામાં પણ ખોટું નહીં લેખાય. તેની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ષ 2021માં સમગ્ર વિશ્વમાં વાયુ પ્રદુષણ (Air Pollution)ને કારણે 81 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

યુનિસેફ સાથે ભાગીદારીમાં અમેરિકા સ્થિત સ્વતંત્ર રિસર્ચ સંસ્થા હેલ્થ ઈફેકટ્સ ઈન્સ્ટિટયૂટ (એચઈઆઈ)એ બુધવારે આ અહેવાલ બહાર પાડયો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ વર્ષ પહેલા ચીનમાં 21 લાખ અને ભારતમાં 23 લાખ લોકો વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુ પામ્યા હતા.

તે જ સમયે, વાયુ પ્રદુષણે બાળકો પર પણ કહેર વર્તાવ્યો હતો. ભારતમાં પાંચ વર્ષથી ઓછી ઉમરના 1,69,400 બાળકોના મોત થયા છે. એ પછી નાઈજીરિયામાં 1,14,100, પાકિસ્તાનમાં 68,000, ઈથોપિયામાં 31,100 અને બાંગ્લાદેશમાં 19,100 બાળકોના મોત થયા છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દક્ષિણ એશિયામાં જાનહાનિનું મુખ્ય કારણ વાયુ પ્રદુષણ છે. આ પછી, હાઈ બ્લડ પ્રેશર, ભોજન અને તમાકુ જેવા પરિબળો મૃત્યુનું કારણ બની રહ્યા છે. વર્ષ 2021માં વાયુ પ્રદુષણને કારણે અગાઉના કોઈપણ અંદાજ કરતા વધુ મૃત્યુ જોવા મળ્યા હતા. ભારત અને ચીન, એક અબજથી વધુની વસ્તી સાથે, કુલ વૈશ્વિક રોગના બોજમાં 54 ટકા હિસ્સો ધરાવે છે. 

બીએમ 2.5 અને ઓઝોન દ્વારા થતા વાયુ પ્રદુષણને કારણે 2021માં 8.1 મિલિયન મૃત્યુ થવાનો અંદાજ છે-જે કુલ વૈશ્ર્વિક વાયુ પ્રદુષણના 90 ટકાથી વધુ મૃત્યુ અથવા 78 લાખ મૃત્યુ પીએમ 2.5 વાયુ પ્રદુષણને કારણે થાય છે. જેમાં એમ્બિયન્ટ પીએમ 2.5 અને ઈન્ડોર વાયુ પ્રદુષણનો પણ સમાવેશ થાય છે.

એચઈઆઈના ગ્લોબલ હેલ્થ હેડ પલ્લવી પંતે જણાવ્યું હતું કે વાયુ પ્રદુષણની સ્વાસ્થ્ય પર ભારે અસર પડે છે. આ નવો અહેવાલ માનવ સ્વાસ્થ્ય પર વાયુ પ્રદુષણની નોંધપાત્ર અસરોની યાદ અપાવે છે જેમાં બાળકો, વૃધ્ધ વસ્તી અને ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો પર વધુ અસર પડે છે.

કેન્સરના દર્દી
કેન્સરના દર્દીઓને સતત વાયુ પ્રદુષણનો સામનો કરવો પડે તો તેમને હદયરોગનું જોખમ વધવાની શકયતા હોવાનો ઘટસ્ફોટ એક રિસર્ચમાં કરાયો છે. અભ્યાસમાં દાવો કરાયો છે કેન્સરના દર્દી થોડા સમય માટે પણ વાયુ પ્રદુષણના વાતાવરણમાં રહે તો તેમના હદયનું આરોગ્ય જોખમાય છે. તાજેતરના રિસર્ચમાં 2000થી 2023 દરમિયાન પ્રકાશિત થયેલા આઠ રિસર્ચ પેપરની સમીક્ષા કરવામાં આવી છે. જેમાં વાયુ પ્રદુષણની હદયરોગ, સ્ટ્રોક અને કેન્સર પરની સીધી અસરને ચકાસવામાં આવી છે. રિસર્ચના તારણો ‘જર્નલ ઓફ ધ અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી’માં પ્રકાશિત કરાયા છે. અભ્યાસમાં 1.1 કરોડથી વધુ લોકોને આવરી લેવાયા હતા. વાયુ પ્રદુષણના બારીક કણો (પીએમ 2.5)ને કારણે શરીરની પોતાને ઝેરમુકત કરવાની ક્ષમતા તેમજ સોજા સામેના રક્ષણની સિસ્ટમ નબળી પડે છે. તે કેન્સર અને હદયરોગ બંને માટે કોમન ‘રિસ્ક ફેકટર’ છે. નીચી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં વાયુ પ્રદુષણને કારણે થતા મૃત્યુનું પ્રમાણ 100 ગણું વધારે છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

CM યોગી આવતીકાલથી જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે, હાઇ-સ્પીડ ટ્રેનમાં 100 કિમીની ટ્રાયલ યાત્રા કરશે

બાળકોના વીડિયો, ડાર્ક વેબ અને 47 દેશો… બાંદામાં 10 વર્ષથી ચાલતું કૌભાંડ, દંપતીને મૃત્યુદંડ

“મારા પરના આરોપો રાજકીય છે…” રાહુલ ગાંધીએ સુલતાનપુર કોર્ટમાં હાજર થયા બાદ કહ્યું

#Air PollutiondeathsIndiapeople
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સરકારના કડક નિયમો છતાં, દેશમાં ઓનલાઈન સટ્ટાબાજી અને જુગાર ખીલી રહ્યા
Hotline News Hotline News March 18, 2025
INDIA PAKISTAN WAR : ત્રિપલ હુમલો,પાકિસ્તાનનો કચ્ચરઘાણ
આ ચોરને ન તો સોનું જોઈએ છે ન ચાંદી, સુરતમાં 48 ઘરોની બહારથી બુટ- ચંપલની ચોરી, CCTVમાં કેદ થઈ અનોખી ચોરી
દિલ્હી હવે દૂર નથી! એક્સપ્રેસવે પર મુસાફરી કરવામાં ફક્ત 12 કલાક લાગશે, આ મહત્વપૂર્ણ માર્ગ પર કામ અંતિમ તબક્કામાં
ગુગલ પે વોઇસ સુવિધા લાવી રહ્યું છે : હવે તમે બોલીને પણ ચુકવણી કરી શકાશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસભારત

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

Hotline News Hotline News February 20, 2026
Top Newsઆરોગ્ય

શું જીરું પાણી ખરેખર ચરબી ઓગળે છે? જાણો કેટલા સમય સુધી તે પીવું સલામત છે

Hotline News Hotline News February 20, 2026
ScienceTop News

આ નજારો જોવો મુશ્કેલ છે… 28 ફેબ્રુઆરીની સાંજે આકાશમાં 6 ગ્રહોની હરોળ

Hotline News Hotline News February 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?