એવું કહેવાય છે કે, બીમાર લોકો માટે દવાની સાથે પ્રાર્થના અસરકારક છે. બરાબર એ જ રીતે, તાજેતરના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે હૃદયરોગના દર્દીઓની સારવાર સાથે યોગ તેમની બીમારીઓ ઘટાડવામાં અસરકારક સાબિત થાય છે અને આ અસર લાંબા સમય સુધી રહે છે.
શ્વસન પ્રક્રિયા પર આધારિત યોગ
હૃદયરોગના દર્દીઓ માટે ફાયદાકારક છે. શ્વસન પ્રક્રિયા અભ્યાસના તારણો યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી મીટિંગ-હાર્ટ ફેલ્યોર 2024માં જાહેર કરવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એન્ડ રિસર્ચના ડો. અજિત સિંહે જણાવ્યું હતું કે હદયરોગના દર્દીઓએ યોગાસન કર્યા પછી સારું અનુભવ્યું હતું. જે દર્દીઓ માત્ર દવા પર નિર્ભર હતા તેની સરખામણીમાં તેઓને સારી જીંદગી જીવી શકે છે.
ભારતમાં થયેલ શોધ
વિશ્વમાં 64 મિલિયનથી વધુ લોકો હાર્ટ એટેક પછી નકારાત્મક અસરોથી પીડાય છે. આ દર્દીઓ સામાન્ય પ્રવૃતિઓ પણ કરવામાં નિષ્ફળ જાય છે અને હંમેશા થાક અનુભવે છે. અભ્યાસમાં 30-70 વર્ષની વયના દર્દીઓને લેવામાં આવ્યા હતા. આ અભ્યાસમાં 85 દર્દીઓનો સમાવેણ કરવામાં આવ્યો હતો. તેમની સરેરાશ ઉંમર 49 વર્ષ હતી. 40 દર્દીઓને યોગ ગ્રુપમાં અને 45 દર્દીઓને કંટ્રોલ ગ્રુપમાં રાખવામાં આવ્યા હતા.
ડોકટરે સુચનો આપ્યા
► યોગ શરૂ કરતા પહેલા ડોકટરની સલાહ જરૂરી
► અનુભવિ ટ્રેનર પાસે જ ટ્રેનિંગ લેવી જોઈએ.
► હૃદયરોગના હુમલા પછી જેની સ્થિતિ ગંભીર હોય તે યોગ ન કરો.
સુધારો શું થાય છે?
સંશોધકોએ બ્લડ પમ્પિંગ ક્ષમતા, બ્લડ પ્રેશર, હાર્ટ રેટ, શરીરના વજનનું પરીક્ષણ કયુર્ં. યોગાસન કરનારા જૂથના દર્દીઓએ વધુ સુધારો દર્શાવ્યો હતો. જયારે નિયંત્રણ જુથના દર્દીઓમાં આ સુધારાના ચિન્હો દેખાતા ન હતા. ‘યોગાભ્યાસ કરનારા દર્દીઓનું હૃદય સ્વસ્થ હતું અને તેઓ સામાન્ય પ્રવૃતિઓ જેમ કે સીડીઓ ચઢવા અને ચાલવા વગેરે કરવા સક્ષમ હતા.
અઠવાડિયામાં એક દિવસ 50 મિનિટ યોગ જરૂરી છે
એક અઠવાડિયાના મોનિટરિંગ પછી, અઠવાડીયામાં એક વાર લગભગ 50 મિનિટ સુધી દરેકે આ યોગ કસરત ચાલુ રાખવાની સલાહ આપવામાં આવી હતી. સંશોધકોએ બંને જુથના દર્દીઓની તપાસ કરી કે જેમણે યોગ કર્યુ અને જેમણે ન કર્યુ તેમની ઈકો કાર્ડિયોગ્રાજ્ઞી કરવામાં આવી હતી.