મુંબઈઃ હિન્દી સિનેમાથી લઈને હોલિવૂડ સુધી, અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka chopra injury), જેણે પોતાના શાનદાર અભિનયથી ઓળખ બનાવી છે, તેને કોઈ અલગ ઓળખની જરૂર નથી. પ્રિયંકાના ચાહકોની સંખ્યા ઘણી મોટી છે. પરંતુ વર્તમાન સમાચાર તેના ચાહકો માટે ચિંતાનું કારણ બની શકે છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિનેત્રી ઘાયલ થઈ ગઈ અને ગરદનમાં ઈજા થઈ હતી. Priyanka chopra injury
અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. જ્યારથી પ્રિયંકા ચોપરા તેના પતિ હોલીવુડ સુપરસ્ટાર નિક જોનાસ સાથે વિદેશમાં શિફ્ટ થઈ છે ત્યારથી તે હોલીવુડ ફિલ્મોમાં વધુ સક્રિય થવા લાગી છે. હાલમાં પ્રિયંકા તેની આગામી હોલીવુડ ફિલ્મ ધ બ્લફનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મ દરમિયાન તેની સાથે અકસ્માત થયો છે.
પ્રિયંકા ચોપરાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્ટોરીની એક લેટેસ્ટ તસવીર શેર કરી છે. જેમાં તેની ગરદન પર લાલ ઈજાના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. તેના કેપ્શનમાં લખ્યું છે – આ મારા પ્રોફેશનલ કામ માટે એક મોટું જોખમ છે. પ્રિયંકાની આ ઈન્સ્ટા સ્ટોરી જોઈને તેના ફેન્સનું ટેન્શન વધી ગયું છે. જો કે, કેટલાક ચાહકોએ તેના કામ પ્રત્યે ના સમર્પણ ની પ્રશંસા કરી છે.