જલપાઈગુડી: સોમવારે બિહાર-બંગાળ બોર્ડર પાસે ભયાનક (Bihar Train Accident) ટ્રેન અકસ્માત સર્જાયો હતો. સિયાલદહ જઈ રહેલી કંચનજંગા એક્સપ્રેસ (13174)ને માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કાંચનજંગા એક્સપ્રેસના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા જેથી અફરાતફરી મચી ગઈ હતી. હાલ તો રેલવેની ટીમે તપાસ શરૂ કરી છે. Bihar Train Accident
જણાવવામાં આવી રહ્યું છે કે રંગા પાણી અને નિજબારી પાસે થયેલા અકસ્માતમાં ત્રણ બોગીને ખરાબ રીતે નુકસાન થયું છે. હાલ અહીં રેલ્વે ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. ઘાયલ મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. અધિક પોલીસ અધિક્ષક અભિષેક રોયે કહ્યું કે સ્થિતિ હજુ પણ ગંભીર છે. કાંચનજંગા એક્સપ્રેસને માલગાડીએ પાછળથી ટક્કર મારી (Bihar Train Accident) હતી. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. તમામને હોસ્પિટલમાં ખસેેડવામાં આવ્યા છે.
અચાનક પાછળથી માલગાડીએ મારી ટક્કર
સ્થાનિક લોકોનું કહેવું છે કે મોટી દુર્ઘટના થઈ છે. નિજબારીથી થોડે દૂર ટ્રેન ઊભી હતી. અચાનક પાછળથી એક માલગાડીએ ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે બે બોગી એક બીજા પર ચડી ગઈ હતી. માલગાડીનો એક ડબ્બો હવામાં ઉછળી જતા બે લોકોના મોત થયાની ચર્ચા છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. દુર્ઘટના બાદ રેલવે વાહનવ્યવહારની કામગીરી ઠપ થઈ ગઈ છે. અહીં, રેલવે દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. રેલવેએ કહ્યું કે તમે તમારા પરિવારના સભ્યોનો સંપર્ક કરી શકો છો અથવા 03323508794 અને 03323833326 પર કૉલ કરીને અન્ય માહિતી મેળવી શકો છો.