રાજ્યમાં ઝડપાઇ રહેલું ડ્રગ્સ યુવા પેઢીના વાલીઓ માટે ચિંતાનો વિષય જરૂર બનતો જાય છે. જેને ડામવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન વલસાડમાં SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ)એ બાતમીના આધારે ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લાખો રૂપિયાના ડ્રગ્સ સાથે બે નાઇજીરિયન યુવકોની ધરપકડ કરી છે. આ આરોપી અન્ય દેશમાંથી ડ્રગ્સની સપ્લાય કરતા હતા.
મળતી માહિતી અનુસાર, એસએમસીએ બાતમીના આધારે ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લાખો રૂપિયાના ડ્રગ્સ સાથે નાઈજીરિયન યુવક ચીકુ ફ્રાન્સિસ અને હકીમ ડેવિડની ધરપકડ કરી છે.
આ યુવકો ભારત બહારના દેશમાંથી ડ્રગ્સ આપવા માટે ભારત આવ્યા હોવાની આશંકા છે. આ આરોપીઓ મુંબઈથી સુરત અને સુરતથી અમદાવાદ તરફ જતા હતા તે દરમિયાન ડ્રગ્સ સાથે ઝડપાઈ ગયા છે. ગુજરાતમાં આ ડ્રગ્સ કોને આપવાનું હતુ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.