સિરિયસ ડિજિટેકને તેમની સીમાઓમાં સંવેદનશીલ ડેટા જાળવી રાખીને સાર્વભૌમ ક્લાઉડ અભિનવનો ફાયદો ઉઠાવવા માટે સંસ્થાઓને સશક્ત કરવા માટે ક્લાઉડ સેવાઓ પૂરી પાડવા આ હસ્તાંતરણ સક્ષમ બનાવશે.
Coredge.io એઆઈ એપ્લીકેશન્સ માટે સુરક્ષિત અને સુસંગત ક્લાઉડ સેવાઓ આપવા સાથે ડેટા સાર્વભૌમત્વનું રક્ષણ કરી અને સમગ્ર જાપાન, સિંગાપોર અને ભારતમાં ગ્રાહકોને સથવારો આપે છે
અમદાવાદ: અદાણી ગ્રૂપ અને સિરિયસ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ (સિરિયસ), ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC) ની પેટાકંપની વચ્ચેના સંયુક્ત સાહસ એવી સિરિયસ ડિજિટેક લિમિટેડે એક અદ્યતન સાર્વભૌમ AI અને ક્લાઉડ પ્લેટફોર્મ કંપની.Coredge.io પ્રા. લિ.હસ્તગત કરવા સંબંધી બંધનકર્તા કરારો પર હસ્તાક્ષર કર્યાની જાહેરાત કરી છે.
અદાણી ગૃપના ડિરેક્ટર જીત અદાણીએ આ વેળા જણાવ્યું હતું કે રાષ્ટ્રો ડેટા સુરક્ષાને વધુને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે તે સ્થિતિમાં સંસ્થાઓ પાસે ફક્ત પબ્લિક ક્લાઉડ પર આધાર રાખવાને બદલે પોતાનો ડેટા રાષ્ટ્રીય સીમાની અંદર જાળવી રાખવાનો વિકલ્પ ઉપલબ્ધ હોય તે તેનાથી પણ વધુ મહત્વની બાબત છે. ગણતરી અને સાર્વભૌમ ડેટા સ્ટેક માટેની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-આધારિત માંગમાં સ્ફોટક વૃદ્ધિને જોતાં સંવેદનશીલ માહિતીના રક્ષણ અને રાષ્ટ્રીય સલામતિ જાળવવા માટે સોવેરિન ડેટા સેન્ટર્સ અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. તેમણે આ હસ્તાંતરણ વિષે વાત કરતા વધુમાં કહ્યું હતું કે આનાથી AI તાલીમ અને અનુમાન માટે વિશિષ્ટ સાર્વભૌમ ક્લાઉડ સેવાઓની જરૂર હોય તેવી સંસ્થાઓને AIની ક્ષમતાઓ સીધી જ સંસ્થાઓના હાથમાં મૂકવાની અમારી ક્ષમતાઓનો એક વધારાનો ફાયદો થશે.
સિરિયસ ઈન્ટરનેશનલ હોલ્ડિંગના સીઈઓ અજય ભાટિયાએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ પરંતુ સ્થાનિક રીતે કાર્યરત સાર્વભૌમ AI ક્લાઉડ સેવાઓ દ્વારા કોરેજે ઉકેલોને માપવાની ક્ષમતા સાથે વૈશ્વિક હાજરી પ્રસ્તુત કરી છે. અમારા ગ્રાહકો અને ભાગીદારોને સુરક્ષિત, ભરોસામંદ અને સ્થાનિક ક્લાઉડ AI ટેક્નોલોજીનો પોર્ટફોલિયો ઓફર કરવાની અમારી પ્રતિબદ્ધતાને આ કદમ રેખાંકિત કરે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
2020 માં એક બુટસ્ટ્રેપ કંપની તરીકે સ્થપાયેલી કોરેજે જાપાન, સિંગાપોર અને ભારત જેવા ભૌગોલિક વિસ્તારોમાં ઝડપથી તેના ગ્રાહકોનો પાયો વિસ્તૃત કર્યો છે. કોરેજનું લક્ષ્ય સાર્વભૌમ ક્લાઉડ માટે ટ્રિલિયન-ડોલરની વૈશ્વિક તકનો ફાયદો ઉઠાવવાનું રહેશે.સરકાર અને એન્ટરપ્રાઇઝ ગ્રાહકો માટે તૈયાર કરાયેલ અતિ સલામત,સ્કેલેબલ અને ડિઝાઇન-માટે-એઆઈ ક્લાઉડ સોલ્યુશન્સ ઓફર કરી સાર્વભૌમ ક્લાઉડ ટેક્નોલૉજી માટે નૂતન અભિગમ સાથેનું કોરેજ એક આશાસ્પદ સાહસ છે. સખ્ત ડેટા સાર્વભૌમત્વ અને અનુપાલનનાં પગલાં સાથે હાઇપર સ્થાનિક ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર્સને વેગ આપવા માટેની તેની કુશળતાએ તેને આ ક્ષેત્રમાં અગ્રણી પ્લેટફોર્મ તરીકે સ્થાન આપ્યું છે. Coredge.io ના સી.ઇ.ઓ. આરિફ ખાને જણાવ્યું હતું કે ભારતમાં અને વૈશ્વિક સ્તરે અમારા સાર્વભૌમ AI અને ક્લાઉડ પ્લેટફોર્મ બિઝનેસ માટે એક આકર્ષક નવા પ્રકરણને સિરિયસ સાથેની આ ભાગીદારી ચિહ્નિત કરે છે. સુરક્ષા,ગોપનીયતા અને ડિજિટલ સાર્વભૌમત્વના સિદ્ધાંતોને અમે સાથે મળીને જાળવી રાખીને અદ્યતન AI સેવાઓના વિકાસ અને વિતરણને વેગ આપવા સાથે ડેટા નીતિશાસ્ત્રના તેમના સિદ્ધાંતોનું પાલન કરીને તકનીકી પરિવર્તન લાવવામાં વિશ્વભરના ગ્રાહકોને મદદ કરી શકીશું.
સાર્વભૌમ ડેટા કેન્દ્રો માટે સંપૂર્ણ સોલ્યુશન સ્ટેક બનાવવાનો છે જેમાં સિરિયસ ડિજીટેકને સક્ષમ કરવા માટે, ઓપન-સોર્સ ટેક્નોલોજી પર બનેલ એઝએ સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ (IaaS) અને એઝ એ પ્લેટફોર્મ સર્વિસ (PaaS) જેવી સેવાઓ સુધીની દરેક વસ્તુનો સમાવેશ થશે.એપ્લિકેશન્સ તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર બિલ્ટ થતું હોવાના કારણે મશીન લર્નિંગ એઝ એ સર્વિસ (MLaaS) પ્રદાન કરવાનો કોરેજનો ઉદ્દેશ છે.
વિશ્વભરમાં વિકસતી ગ્રાહક જરૂરિયાતોને પહોંચી વળવા માટે કોરેજના સાર્વભૌમ AI અને ક્લાઉડ પ્લેટફોર્મ બિઝનેસમાં સમર્થન અને રોકાણ કરવા માટે સિરિયસ ડિજિટેક પ્રતિબદ્ધ છે.