હિંદુ પંચાંગ મુજબ ચૈત્ર પહેલો મહિનો હોય છે. આ મહિના દરમિયાન દેવી દુર્ગાનાં 9 રૂપોની પૂજા કરવાની પરંપરા છે. સાથે જ તેમનાં આશીર્વાદ મેળવવા વિધિપૂર્વક વ્રત પણ કરવામાં આવે છે.
આ વર્ષે ચૈત્ર નવરાત્રી 30 માર્ચથી શરૂ થશે. આ પહેલાં 29 માર્ચનો દિવસ ખાસ રહેવાનો છે, પરંતુ શંણ તમે જાણો છો કે ધાર્મિક દ્રષ્ટિએ 29 માર્ચનું મહત્વ કેમ છે ? જો તમને ખબર ન હોય, તો ચાલો જાણીએ તેનાં વિશે…
આ માટે 29 માર્ચ એક ખાસ દિવસ છે :-
વૈદિક પંચાંગ અનુસાર, 29 માર્ચે ચૈત્ર અમાવસ્યા છે. આ દિવસે પૂર્વજોનું શ્રાદ્ધ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી સાધકને પૂર્વજોની કૃપા મળે છે. આ દિવસે શનિ પોતાની ગતિ બદલશે. અત્યારે શનિ કુંભ રાશિમાં બિરાજમાન છે.
આ સિવાય વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આ દિવસે છે, પરંતુ આ સૂર્યગ્રહણ ભારતમાં માન્ય રહેશે નહીં. આ તમામ કારણોસર 29 માર્ચનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે
ચૈત્ર અમાવસ્યા 2025 તારીખ અને શુભ મુહૂર્ત :-
હિન્દુ કેલેન્ડર અનુસાર ચૈત્ર અમાવસ્યા તિથિ 28 માર્ચે સાંજે 7:55 વાગ્યે શરૂ થશે. સાથે જ આ તારીખ બીજા દિવસે એટલે કે 29 માર્ચે સાંજે 04.27 વાગ્યે પૂરી થશે. આવી સ્થિતિમાં 29 માર્ચે ચૈત્ર અમાવસ્યાનો તહેવાર ઉજવવામાં આવશે.
શનિનું ગોચર :-
જ્યોતિષીય ગણતરી મુજબ 29 માર્ચે શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં ગોચર કરશે. શનિની રાશિ બદલવાથી મકર રાશિના જાતકોને સાડાસાતીથી મુક્તિ મળશે. આ સિવાય સિંહ અને ધન રાશિના જાતકોને શનિના પ્રભાવનો સામનો કરવો પડશે. આવી સ્થિતિમાં પીપળાનાં ઝાડ પાસે તેલનો દીવો પ્રગટાવો અને શનિની પૂજા કરવાથી ફાયદો થશે.
સૂર્ય ગ્રહણ 2025 તારીખ અને સમય :-
હોળી પર ચંદ્રગ્રહણ હતું. હવે વર્ષનાં પ્રથમ સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યા પર થવા જઈ રહ્યું છે, પરંતુ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, જેનાં કારણે તેનો સુતક સમયગાળો ભારતમાં માન્ય રહેશે નહીં.
સૂર્યગ્રહણથી કયાં કયાં દેશોને થશે અસર ? :-
સૂર્યગ્રહણ યૂરોપ, ફ્રાંસ, આયરલેન્ડ, યૂરોપ, ફિનલેન્ડ અને રશિયા સહિતનાં દેશોમાં જોવા મળશે.