આંતર રાજ્ય વન પેદાશોના પરિવહન માટેના‘વાહતુક પાસ’થી વેપાર-પરિવહનમાં વધુ ઝડપ-પારદર્શકતાની સાથે ખેડૂતોની આવક વધશે:વન મંત્રી મૂળુભાઈ બેરા
ગાંધીનગરથી વન મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય પરિવહન પાસ’ પ્રણાલી માટેના વેબ પોર્ટલ-મોબાઈલ એપનો ગુજરાતમાં આજથી અમલ
‘રાષ્ટ્રીય પરિવહન પાસ’ પ્રણાલીના ફાયદા:
વન પેદાશના પરિવહનના હેતુથી સમગ્ર ભારત માટે એક જ ‘વાહતુક પાસ’
પેપર આધારિત પાસને બદલ QR કોડ ધરાવતા પાસ ઇસ્યુ કરાશે
વન વિભાગની કચેરીમાં ગયા વિના ઘરે બેઠા પાસ મેળવી શકાશે
વિવિધ ચેક પોસ્ટ પર ખેડૂતો અને વેપારીઓને પડતી મુશ્કેલીઓના આધુનિક ટેકનોલોજી આધારિત નિરાકરણ
ખેડૂતો દ્વારા ખાનગી જમીન પર ઉગાડવામાં આવતી પ્રજાતિઓ માટે સરળતાથી ઓનલાઈન અરજી કરી શકાશે